Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા CPનું જાહેરનામું, 71 રસ્તાઓ પર પ્રતિબંધિત રહેશે:મહોરમ તહેવારની ઉજવણીને લઈને 26 જૂનના રોજ સરસિયા તળાવ સહિત મુખ્ય માર્ગો પર નો-પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે, જાણો વૈકિલ્પક વ્યવસ્થા

    16 hours ago

    મહોરમના ઝુલુસો અને તાજિયા વિસર્જન દરમિયાન જાહેર જનતાને અગવડતા ન પડે તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર (આઈપીએસ) દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1)(બી) હેઠળ વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ તા. 26 જૂનના બપોરે 12 વાગ્યાથી મધરાત સુધી તેમજ તા. 25 જૂનની કતલની રાતના ઝુલુસો અને તાજિયા વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિકના ખાસ નિયમો અમલમાં રહેશે. આ માર્ગો પર રહેશે નો-પાર્કિંગ ઝોન સરસિયા તળાવ ખાતે તાજિયા વિસર્જન માટે આવતા તમામ પ્રકારના વાહનો માટે તા. 26 જૂનના બપોરે 12 વાગ્યાથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી નીચેના માર્ગો પર સંપૂર્ણ નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. - પાણીગેટ દરવાજાથી માંડવી સુધીના માર્ગની બંને બાજુ - નાની શાક માર્કેટથી ચોખંડી ચાર રસ્તા, ગેંડીગેટ દરવાજા થઈ માંડવી સુધીના માર્ગની બંને બાજુ - લહેરીપુરા દરવાજાથી માંડવી સુધીના માર્ગની બંને બાજુ - કુંભારવાડા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી ફતેહપુરા ચાર રસ્તા, અડાણીયાપુલ ચાર રસ્તા અને ચાંપાનેર દરવાજા થઈ માંડવી સુધીના માર્ગની બંને બાજુ - સલાટવાડા ત્રણ રસ્તાથી નાગરવાડા ચાર રસ્તા, કારેલીબાગ પોલીસ સ્ટેશન ચાર રસ્તા, ભૂતડીઝાંપા અને પાંજરીગર મહોલ્લા થઈ ફતેહપુરા ચાર રસ્તા સુધીના માર્ગની બંને બાજુ - અડાણીયાપુલ ચાર રસ્તાથી સરસિયા તળાવ થઈ ઠેકરનાથ સ્મશાન ત્રણ રસ્તા સુધીના માર્ગની બંને બાજુ
    Click here to Read More
    Previous Article
    NEET પેપર લીક મામલે જામનગરમાં કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર:દેશભરમાં 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાંનો આરોપ; 'છાત્ર ગુંજ' આંદોલનની જાહેરાત
    Next Article
    ખેડૂત આંદોલન સમર્થનમાં ભાજપ ઉપપ્રમુખનું રાજીનામું:જેતપર આંદોલનને ટેકો આપતા ભાવિક કાવરે તમામ હોદ્દા છોડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment