Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધાપરવાડી શાળામાં 90 બાળકોને બાલવાટિકામાં પ્રવેશ:150 વિદ્યાર્થીનીઓ માટે ટ્રાન્સપોર્ટ સુવિધાને લીલી ઝંડી અપાઈ

    13 hours ago

    મોરબીની માધાપરવાડી કુમાર-કન્યા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 90 બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કિલોમીટરથી વધુ અંતરેથી આવતી 150 વિદ્યાર્થીનીઓ માટેની ટ્રાન્સપોર્ટેશન સુવિધાના વાહનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ, મામલતદાર પ્રશાંતભાઈ ગઢવી અને જિલ્લા મહિલા તથા બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીના હસ્તે આ વાહનને લીલી ઝંડી અપાઈ હતી. પ્રવેશોત્સવ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીજીપી કન્યા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષિકા નીતાબહેન પટેલ અને શિક્ષક સંગઠનના પૂર્વ પ્રમુખ તથા નિવૃત્ત આચાર્ય દ્વારા બંને શાળાઓને રામહાટ માટે પ્રત્યેક રૂ. 5,100નું દાન આપવામાં આવ્યું. વિનાયક ઇન્ડસ્ટ્રીઝના કેશુભાઈ હડિયાલ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. શાળામાં વર્ષ દરમિયાન 100 ટકા હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓ, વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ જ્ઞાનસાધના, જ્ઞાનસેતુ, જવાહર નવોદય વિદ્યાલય અને NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. શાળાના વિકાસ અને પ્રવેશોત્સવમાં યોગદાન આપનારા દાતાઓ નીતાબહેન પટેલ, મણિલાલ સરડવા અને કેશુભાઈ હડિયાલનું પણ શાલ ઓઢાડી સન્માન કરાયું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, મામલતદાર પ્રશાંત ગઢવી, કોર્પોરેટર ભાવેશભાઈ કંઝારીયા, ગણેશભાઈ ડાભી, સોનલબેન બાવરવા, અલ્પાબેન કંઝારીયા, સતવારા સમાજ વાડીના પ્રમુખ મનસુખભાઈ તેમજ અન્ય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પુષ્ટિ ભટ્ટ અને મીરા પરમારે પ્રેરણાદાયી અમૃતવચનો રજૂ કર્યા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય દિનેશભાઈ વડસોલા, તુષારભાઈ બોપલિયા, આશિષભાઈ ચાપાણી તેમજ શાળાના તમામ શિક્ષકગણ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    RMCમાં કાર્યક્રમ પૂર્ણ થયાના બે મહિનામાં બિલ મૂકી દેવા નિર્ણય:જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન ખાણીપીણીનું 27.20 લાખનું બિલમાં કૌભાંડની આશંકાએ દરખાસ્ત પેન્ડિંગ રાખતા સ્ટેન્ડિંગ ચેરમેન
    Next Article
    NEET પેપર લીક મામલે જામનગરમાં કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર:દેશભરમાં 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાંનો આરોપ; 'છાત્ર ગુંજ' આંદોલનની જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment