Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RMCમાં કાર્યક્રમ પૂર્ણ થયાના બે મહિનામાં બિલ મૂકી દેવા નિર્ણય:જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન ખાણીપીણીનું 27.20 લાખનું બિલમાં કૌભાંડની આશંકાએ દરખાસ્ત પેન્ડિંગ રાખતા સ્ટેન્ડિંગ ચેરમેન

    11 hours ago

    રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં આજે કુલ 9 દરખાસ્ત મુકવામાં આવી હતી જે પૈકી એક દરખાસ્ત ના મંજુર કરી બે દરખાસ પેન્ડિંગ રાખવા નિર્ણય કરાયો છે જેમાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલ ડિમોલિશન કામગીરી દરમિયાન ખાણીપીણીનું રૂપિયા 27.20 લાખના બિલમાં કૌભાંડની આશંકાએ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે જયારે ડ્રોન મારફત મચ્છરોનો નાશ કરવાની દરખાસ્ત પણ પેન્ડિંગ રાખવામાં આવી છે. આ સાથે મનપામાં પારદર્શક વહીવટ માટે કોઈ પણ કાર્યક્રમના બિલ કાર્યક્રમ પૂર્ણ થયાના બે મહિનામાં જ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી દેવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે અને તેમાં જો નિયત સમયમર્યાદા વીત્યા બાદ રજૂ કરાયેલા કોઈપણ બિલને નાણાકીય ગેરશિસ્ત ગણીને સ્વીકારવામાં આવશે નહીં અને તેનું ચૂકવણું મંજૂર કરાશે નહીં તેવો કડક નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મનપા ખાતે મળેલી આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 9 દરખાસ્તો મુકવામાં આવી હતી જે પૈકી એક દરખાસ્ત ના મંજુર કરી બે દરખાસ્ત પેન્ડિંગ રાખી બાકીની છ દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. ગ્રીન અર્બન પોલિસી ના મંજુર કરવામાં આવી છે. અને બે દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી તેમાં એક દરખાસ્ત રાજકોટમાં મચ્છરો ઉપદ્રવ પર દવા છટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરી મચ્છરોનો નાશ કરવા માટે રૂપિયા 85 લાખના ખર્ચ સાથે દરખાસ્ત પેન્ડિંગ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટના સૌથી મોટા જંગલેશ્વર મેગા ડિમોલિશનમાં ખાણી-પીણી માટે કુલ રૂપિયા 27.20 લાખ રૂપિયાનું બિલ મુકવામાં આવ્યું હતું જે બિલમાં કૌભાંડની આશંકા પગલે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ બિલને અટકાવી દેવામાં આવ્યું છે. આ બિલની અંદર કાજુ કતરી, ખજૂર રોલ જેવી મીઠાઈનું રૂપિયા 34,650 બિલ મુકવામાં આવ્યું છે જો કે ડિમોલિશન દરમિયાન કાજુકતરી અને ખજૂર રોલ જેવી મીઠાઈ આરોગી કોને એ પણ સૌથી મોટો સવાલ છે ત્યારે આ સમગ્ર 27.20 લાખના બિલની દરખાસ્ત હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે. રાજકોટ મનપાની સ્થાયી સમિતિ દ્વારા વહીવટી સુગમતા અને નાણાકીય પારદર્શિતા લાવવા માટે કડક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં નવા નિયમ અનુસાર, મનપાના જુદા જુદા કાર્યક્રમો પૂર્ણ થયાના વધુમાં વધુ 2 મહિનાની સમયમર્યાદામાં તેના બિલો નિર્ણય અર્થે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે. જો નાણાકીય વર્ષ પૂરું થતું હોય તો તે પછીના એક મહિનાની અંદર બિલો રજૂ કરવા ફરજિયાત રહેશે. તેમજ નિયત સમયમર્યાદા વીત્યા બાદ રજૂ કરાયેલા કોઈપણ બિલને નાણાકીય ગેરશિસ્ત ગણીને સ્વીકારવામાં આવશે નહીં અને તેનું ચૂકવણું મંજૂર કરાશે નહીં. જો કોઈ ખાસ કિસ્સામાં બિલ વિલંબથી રજૂ થશે, તો તેના માટે જવાબદાર અધિકારીઓ કે સ્ટાફના ખુલાસા અને સંતોષકારક કારણો બાદ જ આગળની વહીવટી કાર્યવાહી કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર્સને સમયસર ચૂકવણું થાય અને તંત્રની વિશ્વસનીયતા જળવાય તે હેતુથી આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કતાર પ્લાન્ટ બ્લાસ્ટમાં સુરતના ગુમ યુવકનું મોત:સનીના ભાઈ રવિએ મૃતદેહની ઓળખ કરી, બે-ત્રણ દિવસમાં મૃતદેહ ભારત આવશે; ભારતીય એમ્બેસી ભાંગી પડેલા પરિવાર પડખે
    Next Article
    માધાપરવાડી શાળામાં 90 બાળકોને બાલવાટિકામાં પ્રવેશ:150 વિદ્યાર્થીનીઓ માટે ટ્રાન્સપોર્ટ સુવિધાને લીલી ઝંડી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment