Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં NEET પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન, 1083 ઉમેદવારોએ આપી પરીક્ષા:ચાર કેન્દ્રો પર જિલ્લા કલેક્ટરની મુલાકાત;કડક પોલીસ બંદોબસ્ત સાથે અને તપાસ બાદ ઉમેદવારોને પ્રવેશ અપાયો હતો

    11 घंटे पहले

    અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં NEET પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાર પરીક્ષા કેન્દ્રો પર કુલ 1302 ઉમેદવારોમાંથી 1083 વિધાર્થીઓ એ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે અરવલ્લી જિલ્લા પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ પહેલાં બાયોમેટ્રિક અને ફ્રિસ્કિંગ દ્વારા કડક તપાસ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે અગાઉ 3 મેના રોજ યોજાયેલી NEET પરીક્ષા પેપર લીકની આશંકાને કારણે રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસાના ચાર પરીક્ષા કેન્દ્રોમાં કે. એન. શાહ મોડાસા હાઈસ્કૂલ, જે. બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સરસ્વતી વિદ્યાલય અને મદની હાયર સેકન્ડરી સ્કૂલનો સમાવેશ થાય છે. પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈની દેખરેખ હેઠળ 10 CISF અને 50 પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં યોજાનારી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET-2026)ના સુચારૂ, પારદર્શક અને નિર્વિઘ્ન રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના દ્વારા જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ સ્થળ પરની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરે પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓ માટે કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, વીજ પુરવઠો, સ્વચ્છતા, સુરક્ષા વ્યવસ્થા, CCTV કેમેરાની કામગીરી તેમજ પ્રવેશ અને ચકાસણી પ્રક્રિયાની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે કેન્દ્રના સંચાલકો અને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી પરીક્ષાના આયોજન દરમિયાન રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી. પરીક્ષાર્થીઓને અનુકૂળ અને શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન સુરક્ષા, પારદર્શિતા અને સમયબદ્ધતા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલન કરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉમેદવારોને જાહેર કરાયેલા તમામ નિયમોનું કડક પાલન કરાવવામાં આવ્યું હતું, જેના કારણે કડક સુરક્ષા વ્યવસ્થા અને સુવ્યવસ્થિત આયોજન વચ્ચે પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં દિવ્ય ભાસ્કર દ્વારા 1000થી વધુ વિદ્યાર્થીઓ સન્માનિત:પ્રતિભા સન્માન સમારોહ સીઝન-3માં બોર્ડ પરીક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવ્યા
    Next Article
    સૌરાષ્ટ્રના ડેમોમાં 2 દિવસમાં નર્મદાના પાણી પહોંચશે:કોળી સમાજ સર્વસંમતિથી પ્રમુખ પદ સોંપશે તો જ હું સ્વીકારીશ, ચૂંટણી નહીં લડું : કુંવરજીભાઈ બાવળિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment