Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં દિવ્ય ભાસ્કર દ્વારા 1000થી વધુ વિદ્યાર્થીઓ સન્માનિત:પ્રતિભા સન્માન સમારોહ સીઝન-3માં બોર્ડ પરીક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવ્યા

    9 hours ago

    દિવ્ય ભાસ્કર ભરૂચ દ્વારા ઝાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રતિભા સન્માન સમારોહ સીઝન-3નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા 1000થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની આ સિદ્ધિને બિરદાવવા માટે યોજાયેલા આ સમારોહમાં તેમના વાલીઓ, શિક્ષકો અને શાળા પ્રતિનિધિઓ સહિત અંદાજે 2000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણજગતના અનેક અગ્રણીઓ અને મહાનુભાવો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડૉ. અશ્વિન કાપડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સતત મહેનત, શિસ્ત અને સમર્પણના બળે જીવનમાં સફળતા હાંસલ કરવા પ્રેરણા આપી હતી. ગેસ્ટ ઓફ ઓનર તરીકે મેટ્રિક્સ એકેડમીના ડિરેક્ટર, જેઈઈ વિભાગના વડા, નીટ એકેડેમિક હેડ અને એડમિન હેડ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીના કુલપતિ ડૉ. શ્રીકાંત જે. વાઘ અને રજિસ્ટ્રાર ધર્મેશ પટેલ પણ જોડાયા હતા. પી.પી. સવાણી યુનિવર્સિટીના એડમિશન હેડ સંકેત ગુપ્તા તથા કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વડા મિતુલ રાજ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આરએમપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અને સ્થાપક સીએ મહાવીર જૈન, ડિરેક્ટર અને પ્રિન્સિપાલ મેલરોય મેકડોનાલ્ડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આકાશ ઇન્સ્ટિટ્યૂટના રિજનલ સેલ્સ હેડ સોમ શંકર, આસિસ્ટન્ટ ડિરેક્ટર સંજીવ બોરા અને બ્રાન્ચ હેડ અનિલ યાદવ પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સન્માનિત કરવા ઉપરાંત ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી માર્ગદર્શન અને ભવિષ્યની વિવિધ તકો અંગે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને તેમના જીવનના આગામી પડાવ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સ્પોન્સર્સ, શાળા સંચાલકો, શિક્ષકો, વાલીઓ તથા દિવ્ય ભાસ્કર ભરૂચની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આયોજકો દ્વારા તમામ સહયોગીઓ અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની કોલેજમાં હિજાબ સાથે પ્રવેશ અપાતા વાલીઓનો હોબાળો:કહ્યું-મુસ્લિમ હિજાબમાં પરીક્ષા આપી શકે, હિન્દુઓ રૂમાલ લઈ જઈ ન શકે?, રાજ્યમાં Re-NEET એક્ઝામ પૂર્ણ
    Next Article
    મોડાસામાં NEET પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન, 1083 ઉમેદવારોએ આપી પરીક્ષા:ચાર કેન્દ્રો પર જિલ્લા કલેક્ટરની મુલાકાત;કડક પોલીસ બંદોબસ્ત સાથે અને તપાસ બાદ ઉમેદવારોને પ્રવેશ અપાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment