Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીલંકાએ 0 રને પહેલી વિકેટ ગુમાવી:સિરાજે નિશાન ફર્નાન્ડોને આઉટ કર્યો; ભારતે પહેલી ઇનિંગ્સમાં 462 રન બનાવ્યા

    1 day ago

    ભારત ગૉલ ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં 462 રને ઓલઆઉટ થઈ ગયું. આ પછી શ્રીલંકાએ પોતાની પહેલી ઇનિંગ્સ શરૂ કરી દીધી છે, પણ ખાતું ખોલાવ્યા વિના જ પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. પહેલી ઇનિંગમાં શ્રીલંકાનો સ્કોર 17/1 છે. ટીમ તરફથી લાહિરુ ઉદારા અને દિનેશ ચંદીમલ ક્રિઝ પર છે. ત્રીજા દિવસના પહેલા સેશનમાં અસિથા ફર્નાન્ડોએ 116.4 ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્નાને વિકેટકીપર નિરોશન ડિકવેલાના હાથે કેચ કરાવ્યો, આ વિકેટની સાથે જ ભારતની પહેલી ઇનિંગ્સ પણ પૂરી થઈ ગઈ. પ્રસિદ્ધે 7 બોલમાં 2 રન બનાવ્યા. કુલદીપ યાદવ 13 રન પર અણનમ રહ્યો. ભારતે ત્રીજા દિવસે માત્ર 4 બોલનો સામનો કર્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    ટેમ્પોમાંથી 10 લોકો ઉતરીને તલવાર-ધારિયા લઈને યુવક પાછળ દોડ્યા, CCTV:અમદાવાદમાં 15થી વધુ ઘા મારીને મર્ડર કર્યું હતું, છત્રાલના ગોડાઉનમાંથી ઝડપાયા
    Next Article
    શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ:સોમનાથમાં 1000 કિલોથી વધુ ફરાળી ચેવડો-સૂકી ભાજીનું વિતરણ, ગોંડલમાં 3 કિલો ભસ્મથી દાદાની આરતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment