Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેમ્પોમાંથી 10 લોકો ઉતરીને તલવાર-ધારિયા લઈને યુવક પાછળ દોડ્યા, CCTV:અમદાવાદમાં 15થી વધુ ઘા મારીને મર્ડર કર્યું હતું, છત્રાલના ગોડાઉનમાંથી ઝડપાયા

    1 day ago

    અમદાવાદના સુભાષબ્રિજ ચાર રસ્તા પર શનિવારે(15 ઓગસ્ટ) મોડી રાતે એક યુવકની 8થી 10 જેટલા શખ્સોએ ભેગા મળીને અંગત અદાવતમાં હત્યા કરી હતી. આ હત્યા કેસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ટેમ્પોમાં બેસીને આરોપીઓ આવ્યા હતા. હત્યા બાદ ટેમ્પોમાં બેસીને જ આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે હત્યાના તમામ આરોપીઓની છત્રાલના ગોડાઉનમાંથી ઝડપી પાડ્યા છે. તલવાર, ધારિયા લઈને અજય પાછળ દોડ્યા સુભાષબ્રિજ સર્કલ પાસે અજય સાલ્વી નામનો યુવક તેના ભાઈ સાથે ઉભો હતો, ત્યારે જુના ઝઘડાની અદાવતમાં વિજય ચૌહાણ અને અન્ય 7થી વધુ લોકો ભેગા મળી ટેમ્પોમાં આવ્યા હતા. ટેમ્પોમાંથી તલવાર, ધારિયા જેવા હથિયાર સાથે આરોપીઓ નીચે ઉતર્યા અને અજયને દોડાવ્યો હતો. 15થી વધુ ઘા મારતા અજયની આંતરડું પણ બહાર આવી ગયું અજય પડી જતા પીઠના અને કમરના ભાગે હથિયારના ઘા માર્યા હતા. પીઠ પર 15થી વધુ ઘા મારતા અજયની આંતરડું પણ બહાર આવી ગયું હતું. હત્યા બાદ આરોપીઓ ટેમ્પોમાં બેસીને ત્યાંથી નાસી ગયા હતા. રાણીપ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઝઘડામાં મૃતકે મદ્રાસી સમાજના લોકોનો પક્ષ લીધો ને મર્ડર પોલીસ તપાસમાં આ હત્યા જૂની અદાવતમાં થઈ હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ અગાઉ મદ્રાસી સમાજના લોકો અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મૃતક અજયે મદ્રાસી સમાજના લોકોનો પક્ષ લઈને આરોપીનો વિરોધ કર્યો હતો. તે દિવસથી આરોપી અને તેના સાગરિતો મૃતકને મારવાની ફિરાકમાં હતા. 15 ઓગસ્ટ મોડી રાતે મોકો મળતા જ વિશાલ અને તેના સાગરીતોએ અજય પર જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી. આ પણ વાંચો: આંતરડું બહાર આવી ગયું; 12 દિવસ પહેલાં બબાલ થઈ'તી છત્રાલ GIDCમાંથી હત્યા કરનાર ઝડપાયા રાણીપ પોલીસ અને ઝોન 2 LCB સ્કોડે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં એક ટેમ્પોમાં બેસીને આરોપીઓ આવ્યા હતા. ટેમ્પો માલિકનો પોલીસે સંપર્ક કરતા આ ટેમ્પો રાજેશ મારવાડી નામનો વ્યક્તિ લઈને આવ્યો હતો. જેથી પોલીસે અમદાવાદ અને આસપાસના જિલ્લામાં જાણ કરી નાકાબંધી કરાવી હતી. પોલીસે બાતમીના આધારે છત્રાલ GIDCમાંથી હત્યા કરનાર આરોપીઓ અને ટેમ્પો કબજે કર્યો છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: અમદાવાદમાં યુવકની ચોથા માળની બારીમાંથી ફેંકીને હત્યા
    Click here to Read More
    Previous Article
    ઇનિંગ્સના બીજા જ બોલે સિરાજ ત્રાટક્યો:નિશાન ફર્નાન્ડોને સ્લિપમાં આઉટ કરાવીને પેવેલિયન ભેગો કર્યો; ભારતે 462 રન બનાવ્યા; શ્રીલંકાનો સ્કોર 4/1
    Next Article
    શ્રીલંકાએ 0 રને પહેલી વિકેટ ગુમાવી:સિરાજે નિશાન ફર્નાન્ડોને આઉટ કર્યો; ભારતે પહેલી ઇનિંગ્સમાં 462 રન બનાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment