Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NDPS કેસમાં આરોપીને 10 વર્ષની કેદ:અમદાવાદ રેલવે સ્ટેશન ઉપરથી 25 કિલો ગાંજા સાથે ઝડપાયો હતો

    6 days ago

    અમદાવાદ રેલવે પોલીસ મથકે વર્ષ 2022માં મૂળ બિહારના આરોપી પ્રમેશકુમાર પાસવાન સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ NDPS ની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ વી.બી.રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ. ઠાકોરની દલીલો 10 સાહેદ અને 27 પુરાવા તપાસીને આરોપીને 10 વર્ષની કેદ અને કુલ 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રેલવે સ્ટેશન પરથી ગાંજા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા આ કેસની વિગતે જોતા વર્ષ 2022 માં રેલવે સ્ટેશન ઉપર પોલીસ દેખરેખ રાખી રહી હતી. ત્યારે આરોપી બે બેગ લઈને આવ્યો હતો. જેની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે તેને રોકીને પૂછપરછ કરી હતી. આરોપીને બેગમાં કઈ વસ્તુ લઈને આવ્યો છે, તે અંગે પૂછતા આરોપી ગભરાઈ ગયો હતો. આખરે તેને સ્વીકાર્યું હતું કે બેગમાં ગાંજો છે. પોલીસે આરોપીની બેગની તપાસ કરતા તેમાંથી કુલ 25 કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત 2.50 લાખ રૂપિયા જેટલી થવા જતી હતી. તેની સામે અમદાવાદ રેલવે પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'શહેર ભાજપ પ્રમુખે 40 લાખના 1.50 કરોડ પડાવ્યા,કરોડોની જમીન પચાવી':જૂનાગઢમાં 3 બાઈક શોરૂમના માલિક રસ્તા પર આવ્યા, પિતા રડી પડ્યા, રૂપારેલિયાએ કહ્યું-આરોપ સાબિત કરે
    Next Article
    પાટણમાં હિન્દુ નૂતન વર્ષની ઉજવણી:ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment