Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં હિન્દુ નૂતન વર્ષની ઉજવણી:ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા આયોજન

    6 days ago

    પાટણ: ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા ચૈત્ર માસની પ્રતિપદા તિથિના પ્રારંભે હિન્દુ નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શહેરના આસ્થાના કેન્દ્ર સમા રોટલીયા હનુમાન મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે હનુમાનજીની આરતી વંદના, હનુમાન ચાલીસાના પાઠ અને રામનામના જાપ જેવા ધાર્મિક કાર્યક્રમો સંસ્કૃતિને અનુરૂપ યોજાયા હતા. કાર્યક્રમ બાદ શાખા પરિવાર દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. શાખાની મહિલા ટીમે મૂંગા પશુઓની સેવાર્થે રોટલીઓ અર્પણ કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં શાખાના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિ, મંત્રી નરેન્દ્રભાઈ ચૌહાણ, મહિલા સહભાગીતા હર્ષિદાબેન સોની, પ્રાંત સંગઠનના જયેશભાઈ પટેલ, શિરીષભાઈ પટેલ, કારોબારી સભ્યો, મહિલા ટીમ અને શાખા પરિવારના સભ્યો ઉપસ્થિત રહી આરતી વંદના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    NDPS કેસમાં આરોપીને 10 વર્ષની કેદ:અમદાવાદ રેલવે સ્ટેશન ઉપરથી 25 કિલો ગાંજા સાથે ઝડપાયો હતો
    Next Article
    Watch: Dhurandhar Duo Ranveer Singh And Sara Arjun Set The Dance Floor On Fire As They Groove To Shararat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment