Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'શહેર ભાજપ પ્રમુખે 40 લાખના 1.50 કરોડ પડાવ્યા,કરોડોની જમીન પચાવી':જૂનાગઢમાં 3 બાઈક શોરૂમના માલિક રસ્તા પર આવ્યા, પિતા રડી પડ્યા, રૂપારેલિયાએ કહ્યું-આરોપ સાબિત કરે

    6 days ago

    જૂનાગઢમાં વ્યાજખોરીના રાક્ષસે વધુ એક હસતા-રમતા પરિવારને પાયમાલ કરી દીધો હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સમયે ત્રણથી ચાર બાઈક શોરૂમના માલિક એવા ભાવિન ઉર્ફે રાજુભાઈ કુંભાણી આજે એક નોકરી માટે ફાફા મારી રહ્યા છે. રાજુભાઈએ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા પર ગંભીર આક્ષેપો કર્યા છે કે વ્યાજના ચક્રમાં તેમણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે અને જૂનાગઢ છોડવાની ફરજ પડી છે. આ મામલે રાજુભાઈના પિતાએ પણ રડતી આંખે ન્યાયની માંગ કરી છે. જોકે ગૌરવ રૂપારેલિયાએ આ આક્ષેપને પાયાવિહોણા ગણાવી કહ્યું છે કે સાબિત કરો. 'મજબૂરીમાં 6 વીઘા જમીનનો દસ્તાવેજ 40 લાખના વ્યાજ સામે કરી આપ્યો' રાજુભાઈ કુંભાણીએ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે મારે ગીર સોમનાથ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં બાઈક શોરૂમની ડીલરશીપ હતી. 2018માં ધંધા માટે રૂપિયાની જરૂર પડતા મને જાણ થઈ કે ગૌરવભાઈ રૂપારેલીયા વ્યાજે રૂપિયા આપે છે. મેં તેમનો સંપર્ક કર્યો ત્યારે ગૌરવભાઈ અને તેમના પિતા હાજર હતા. તેમણે મને 3 ટકા લેખે વ્યાજે રૂપિયા આપવાનું નક્કી કર્યું પણ શરત મૂકી કે સાટાખત નહીં પણ જમીનનો દસ્તાવેજ કરી આપવો પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે મારે મજબૂરીમાં 6 વીઘા જમીનનો દસ્તાવેજ 40 લાખના વ્યાજ સામે કરી આપ્યો. ‘કુલ મળીને લગભગ દોઢ કરોડ રૂપિયા મેં ગૌરવભાઈને આપ્યા છે’ ગૌરવભાઈએ મારા પિતાના ખાતામાં 20 લાખ ટ્રાન્સફર કર્યા અને બાકીના રોકડા આપ્યા હતા. મેં દોઢ વર્ષ સુધી દર મહિને 3 ટકા લેખે વ્યાજ ચૂકવ્યું. 40 લાખ સામે મેં 40 લાખનું તો વ્યાજ ભર્યું અને કુલ મળીને લગભગ દોઢ કરોડ રૂપિયા મેં ગૌરવભાઈને આપ્યા છે. તેમ છતાં મારી 6 વીઘા જમીન પાછી આપવાને બદલે મારી જાણ બહાર અન્ય વ્યક્તિને વેચી દીધી અને તેમાંથી પણ 60 લાખ રૂપિયા મેળવી લીધા. આ વ્યાજના ચક્રને કારણે મારો ધંધો બંધ થઈ ગયો, મકાન વેચાઈ ગયું અને મારે ભાડે રહેવાનો વારો આવ્યો છે. રાજુભાઈએ એમ પણ કહ્યું કે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઝુંબેશને જોઈને હું સામે આવ્યો છું. મારો નાર્કો ટેસ્ટ કરવો હોય તો પણ છૂટ છે. જો ન્યાય નહીં મળે તો હવે મરવા સિવાય કોઈ વિકલ્પ નથી. પિતા ભુવાનભાઈની રડતી આંખે આપવીતી રાજુભાઈના પિતા ભુવાનભાઈ કુંભાણીએ રડતા રડતા જણાવ્યું કે, "હું રિટાયર્ડ બેંક ઓફિસર છું. મારો દીકરો ખૂબ મહેનતુ હતો, તેને કંપનીએ જાપાનની ટૂર પણ કરાવી હતી. પરંતુ ધંધામાં રૂપિયાની જરૂર પડતા તે ગૌરવ રૂપારેલીયાના સંપર્કમાં આવ્યો અને બધું જ ગુમાવ્યું. મારા નામે રહેલી 6 વીઘા જમીન જેની કિંમત વીઘાના 20 લાખ છે તે વ્યાજના ચક્રમાં પચાવી પાડવામાં આવી છે. પોલીસ ફરિયાદ કરે અને આક્ષેપો સાબિત કરી બતાવે: શહેર ભાજપ પ્રમુખ આ અંગે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયાએ કહ્યું કે, મીડિયામાં આક્ષેપો કરવા સહેલા છે. જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાબિત કરી બતાવે. આ તમામ વાતો પાયા વિહોણી છે. જો તેમને કોઈ તકલીફ હોય તો તે આ મામલે પોલીસ ફરિયાદ કરી શકે છે. પૂર્વ યુવા પ્રમુખે પણ અગાઉ કર્યા હતા આક્ષેપ નોંધનીય છે કે, આ પહેલા જૂનાગઢ શહેરના પૂર્વ યુવા પ્રમુખ તેજસ જોશીએ પણ ગૌરવ રૂપારેલીયા પર વ્યાજખોરીના આક્ષેપો કર્યા હતા. હવે વધુ એક વેપારી પરિવાર સામે આવતા જૂનાગઢના રાજકારણમાં અને વ્યાજખોરીના કિસ્સામાં મોટો ખળભળાટ મચી ગયો છે. આ પણ વાંચો ‘શહેર ભાજપ-પ્રમુખની વ્યાજખોરીને કારણે અનેક લોકો બરબાદ થયા’ થોડા દિવસ પહેલા જૂનાગઢના પૂર્વ યુવા ભાજપ-પ્રમુખ તેજસ જોષીએ સ્મશાનના ઓટલે બેસી શહેર ભાજપના વર્તમાન પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને પૂર્વ ઉપપ્રમુખ પુનિત શર્મા પર ગંભીર આક્ષેપો કરતાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. તેજસ જોષીએ આક્ષેપ કર્યો હતો કે વર્તમાન પ્રમુખ ગૌરવ રૂપારેલિયા વ્યાજે રૂપિયા ફેરવે છે અને વ્યાજખોરીના કારણે નાના-મોટા લોકો બરબાદ થયા છે. જૂનાગઢ શહેર ભાજપ સંગઠનમાં પણ પોતાના અંગત વહીવટદારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટોને ગોઠવી દીધા છે તેમજ PMOમાં પણ પુરાવા મોકલ્યા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    વડોદરાથી ઉજ્જૈન અને શેરડીની 3 નવી બસ શરૂ:બે બસ ઉજ્જૈન અને એક શિરડી દોડશે, ધારાસભ્યના હસ્તે ફ્લેગ ઓફ; જાણો ભાડુ કેટલું
    Next Article
    NDPS કેસમાં આરોપીને 10 વર્ષની કેદ:અમદાવાદ રેલવે સ્ટેશન ઉપરથી 25 કિલો ગાંજા સાથે ઝડપાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment