Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NDPS એક્ટના કેસના કેદીની ધરપકડ:આણંદના ગાંજાના કેસમાં 10 વર્ષની સજા ભોગવતો કેદી જામીન પર ગયા બાદ ફરાર થયો, ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ પાસેથી ઝડપ્યો

    6 days ago

    આણંદના આંકલાવમાં NDPS એક્ટના ગુનામાં 10 વર્ષની સજા ભોગવી રહેલા અને વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલા કેદીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના ગેરતપુર ગામમાંથી ઝડપી પાડ્યો છે અને ફરી વડોદરા સેન્ટ્રલ જેલના હવાલે કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા તેમજ અન્ય જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં પકડાયેલા અને સજા પામેલા આરોપીઓને કાચા અને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવે છે. આવા કેટલાક કેદીઓ પેરોલ, ફર્લો અથવા વચગાળાની રજા પર જેલમાંથી મુક્ત થયા બાદ સમયસર પરત હાજર ન થતા ફરાર થઈ જતા હોય છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ.એમ. ગામેતી, ડી.જે. ચુડાસમા અને આર.એસ. ગોહિલની દોરવણીમાં ટીમો ફરાર કેદીઓની શોધખોળમાં લાગેલી હતી. આ દરમિયાન પીએસઆઇ બી.વી. ગોહિલ અને તેમની ટીમે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. 10 વર્ષની સજા તથા રૂ. 1 લાખનો દંડ ફરમાવવામાં આવ્યો હતો પોલીસ તપાસ દરમિયાન આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં દોષિત ઠરેલા નિલેશ ઉર્ફે ભુરીયો કનુભાઈ પટેલ (ઉંમર 40, રહે. ગામ હળદરી, તા. આંકલાવ, જી. આણંદ) અંગે માહિતી મળી હતી. તેને કોર્ટ દ્વારા 10 વર્ષની સજા તથા રૂ. 1 લાખનો દંડ ફરમાવવામાં આવ્યો હતો અને તેઓ વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો. 14 દિવસની વચગાળાની જામીન રજા પર મુકત કરવામાં આવ્યો હતો ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ, તેને તા. 17/03/2026ના રોજ 14 દિવસની વચગાળાની જામીન રજા પર મુકત કરવામાં આવ્યો હતો જે મુજબ તેને તા. 01/04/2026ના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ તે સમયસર હાજર થયો નહોતો અને ફરાર થઈ ગયો હતો. આ અંગે વડોદરા જેલ તરફથી મળેલી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન આરોપી અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના ગેરતપુર ગામે હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ખાનગી રાહે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીને તેની બાકી રહેલી સજા ભોગવવા માટે વડોદરા મધ્યસ્થ જેલે સોંપવામાં આવ્યો છે. વર્ષ 2021માં આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી નિલેશ પટેલે પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના 17 છોડ (કુલ વજન 14.419 કિલો, કિંમત અંદાજે રૂ. 1,44,190) ઉગાડ્યા હતા. પોલીસ રેડ દરમિયાન આ મુદ્દામાલ મળી આવતા તેમના સહિત અન્ય બે આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. બાદમાં કોર્ટ દ્વારા નિલેશ તથા તેમના પિતાને દોષિત ઠરાવી 10 વર્ષની સખ્ત કેદ તથા દંડની સજા ફટકારવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપનું ‘ઓપરેશન’:વોર્ડ 13, 15, 16 અને 18માં અપક્ષ તેમજ 'આપ'નાં ઉમેદવારોએ 6 ફોર્મ પરત ખેંચ્યા, ભાજપને ટેકો જાહેર કર્યો
    Next Article
    રાજકોટ કોંગ્રેસના અજ્ઞાત સ્થળે ગયેલા ઉમેદવારો પરત ફર્યા:ભાજપે OBC-SC ઉમેદવારોને ટાર્ગેટ બનાવી ખોટી રીતે ડરાવી ભરમાવી ફોર્મ પરત ખેંચવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment