Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ કોંગ્રેસના અજ્ઞાત સ્થળે ગયેલા ઉમેદવારો પરત ફર્યા:ભાજપે OBC-SC ઉમેદવારોને ટાર્ગેટ બનાવી ખોટી રીતે ડરાવી ભરમાવી ફોર્મ પરત ખેંચવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ

    6 days ago

    રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દિવસ બાદ ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને તોડવા માટે પ્રયાસો થતા શહેર કોંગ્રેસ દ્વારા 12-12 ઉમેદવારોના અલગ અલગ 6 ગ્રુપ બનાવી અલગ અલગ સ્થળ પર લઇ જવામાં આવ્યા હતા અને આજે ફોર્મ પરત ખેંચવા સમય પૂર્ણ થતા તમામને પરત રાજકોટ લાવવામાં આવ્યા હતા. તમામ ઉમેદવારોને પરત લાવી શહેર પ્રમુખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, લોકો ભાજપના ભ્રસ્ટાચારી શાસનને ઓળખી ગયા છે અને તેનો ડર લાગતા ભાજપ તોડજોડની રાજનીતિ કરી રહ્યા છે જો કે આ વખતે અમે મજબૂત રીતે લોકશાહી ઢબે લડવા તૈયાર છીએ. અમારા ઉમેદવારોને પૈસાની ઓફર કરવામાં આવી નથી પરંતુ ખોટી રીતે ડરાવી દબાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેમાં પણ OBC અને SC ઉમેદવારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા. 12-12 ઉમેદવારોના 6 ગ્રુપ બનાવ્યા હતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટ મનપાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા તોડજોડની રાજનીતિ કરવામાં આવી રહી છે. ભાજપના ભ્રસ્ટાચારી શાસનને લોકો ઓળખી ગયા છે અને જાકારો મળવાના ભયથી તેઓ આ પ્રકારની રાજનીતિ કરી મજબૂત લોકશાહીથી લડવા બદલે તોડજોડની રાજનીતિ કરી રહ્યા છે. અમે રણનીતિના ભાગ રૂપે ફોર્મ ચકાસણી દિવસથી આજે પરત ખેંચવા સમય પૂર્ણ થયા સુધી અમારા ઉમેદવારોને અલગ અલ સ્થળ પર લઇ ગયા હતા. 12-12 ઉમેદવારોના 6 ગ્રુપ બનાવ્યા હતા અને અમારા મુખ આગેવાનો આ 6 જૂથના 12-12 ઉમેદબરો સાથે સંપર્કમાં હતા. ‘ભાજપ લોકશાહી ઢબે મજબૂતાઈથી ચૂંટણી લડે તેવી અમારી વિનંતી’ તેમને વધુમાં જણાવ્યું હતું કે, અમે પ્રથમ વખત ચૂંટણી લડતા અમારા ઉમેદવારોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અમારા કેટલાક ઉમેદવારો, સંગઠનના લોકો સતત લોકો વચ્ચે અને પ્રચારમાં પણ જોડાયેલા હતા. 18 વોર્ડ પૈકી 12 વોર્ડમાં અમારા કાર્યાલય પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. ભાજપ લોકશાહી ઢબે મજબૂતાઈથી ચૂંટણી લડે તેવી અમારી વિનંતી છે અમે પણ લોકશાહી ઢબે લડવા તૈયાર છીએ જનતાનો જે આદેશ આવે તે અમે પણ સ્વીકારીશું તેઓએ પણ સ્વીકારવો જોઈએ. ભાજપ હજુ પણ આગામી દિવસોમાં કોઈ પણ રીતે ઉમેદવારોને છેડવામાં આવશે તો સામે એ જ રીતે અમે ભાજપને જવાબ આપીશું. ભાજપ સામે મજબૂત રીતે લડવા રાજકોટ શહેર કોંગ્રેસ સક્ષમ છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ચારથી વધુ ઉમેદવારોનો સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં કોઈને પરિવારજનો તો કોઈને સગા સબંધીઓ મારફત સંપર્ક કરવામાં આવ્યા છે. રૂપિયાની ઓફર એક પણ ઉમેદવારને કરવામાં આવી નથી માત્ર ઉમેદવારોને ડરાવવા અને દબાવવા ખોટી રીતે પ્રયાસો કરવામાં આવ્યા છે. રાજકોટમાં ભાજપ દ્વારા ખાસ OBC અને SC બેઠક પરના ઉમેદવારોને ટાર્ગેટ કરી તેમને તોડવા માટે પ્રયાસો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    NDPS એક્ટના કેસના કેદીની ધરપકડ:આણંદના ગાંજાના કેસમાં 10 વર્ષની સજા ભોગવતો કેદી જામીન પર ગયા બાદ ફરાર થયો, ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ પાસેથી ઝડપ્યો
    Next Article
    IPL 2026 Live: LSG Hit New Low As RCB Bundle Them Out For 146

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment