Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપનું ‘ઓપરેશન’:વોર્ડ 13, 15, 16 અને 18માં અપક્ષ તેમજ 'આપ'નાં ઉમેદવારોએ 6 ફોર્મ પરત ખેંચ્યા, ભાજપને ટેકો જાહેર કર્યો

    1 week ago

    રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આજરોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વ્યૂહ રચના અપનાવી વિરોધ પક્ષો અને અપક્ષ ઉમેદવારોના સમર્થન મેળવવામાં સફળતા મેળવી છે. ખાસ કરીને વોર્ડ નંબર 13 અને 15માં ભાજપે જે રીતે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા છે, તેનાથી ચૂંટણીના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 6 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે, જેમાં આમ આદમી પાર્ટીના 3 ઉમેદવાર અને અપક્ષના 3 ઉમેદવારનો સમાવેશ થાય છે. જયારે જિલ્લામાં જિલ્લા પંચાયત અને સરધાર તાલુકા પંચાયતની બે બેઠક પર કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા અહીંયા ભાજપ અને આપ વચ્ચે ચૂંટણી જંગ જામશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વોર્ડની 72 બેઠક સામે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી મેદાનમાં છે. આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીના 3 સહિત કુલ 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 72, કોંગ્રેસના 72, આમ આદમી પાર્ટીના 69, બહુજન સમાજ પાર્ટીના 9, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના 1, ભારત આદિવાસી પાર્ટીનો 1, અન્ય પક્ષનો 1 અને અપક્ષના 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. રાજકોટ, ગોંડલ, જેતપુરની એક બેઠક બિનહરીફ રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતની 202 બેઠક પર હવે 595 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ 15 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે અને રાજકોટ, ગોંડલ તેમજ જેતપુર તાલુકા પંચાયતની 1-1 બેઠક બિનહરીફ થઈ છે. આ ચૂંટણીમાં ભાજપના 198, આમ આદમી પાર્ટીના 180, કોંગ્રેસના 178, બહુજન સમાજ પાર્ટીના 4, સમાજવાદી પાર્ટીના 4 અને અપક્ષના 31 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડમાં 7 બેઠક 20 ઉમેદવારો બિનહરીફ ગોંડલ નગરપાલિકામાં 11 વોર્ડમાં ચૂંટણી યોજાવાની છે 7 વોર્ડની 20 બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ છે અને તેમાં પણ વોર્ડ નંબર 1, 6 અને 9માં ચૂંટણી જ થઇ શકશે નહીં કારણ કે આ ત્રણેય વોર્ડના તમામ ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. જેથી હવે ભાજપના 24, કોંગ્રેસના 19, આમ આદમી પાર્ટીના 2 અને અપક્ષનો 1 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે. જિલ્લા પંચાયતની 36 બેઠક પર 109 ઉમેદવારો મેદાનમાં રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક પર ચૂંટણી યોજાવાની છે જેમાં 109 ઉમેદવારો મેદાને છે. ભાજપના 36, કોંગ્રેસના 34, આમ આદમી પાર્ટીના 33, બહુજન સમાજ પાર્ટીનો 1 અને અપક્ષના 4 ઉમેદવારો છે. આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 8 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. જેમાં સરધાર અને પેઢલામાં 2- 2, સુપેડી, બોરડી સમઢીયાળા, થાણાગાલોળ અને ભડલીમાં 1-1 ફોર્મ પરત ખેંચાયું છે. વોર્ડ-13ના અપક્ષ ઉમેદવારની નારાજગી ભાજપ સંગઠને દૂર કરી વોર્ડ નંબર 13માં અપક્ષ ઉમેદવાર રાજુભાઈ મૈયડની નારાજગી દૂર કરવામાં ભાજપ સંગઠન સફળ રહ્યું છે. રાજુભાઈ મૈયડે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ રાજકોટ શહેર ભાજપના આગેવાનોએ તેમનો સંપર્ક સાધીને લાંબા સમયથી ચાલી આવતી તેમની નારાજગી દૂર કરી છે. રાજુભાઈ મૈયડના જણાવ્યા અનુસાર મચ્છોયા આહીર સમાજની છેલ્લા ઘણા સમયથી અવગણના થતી હોવાને કારણે સમાજમાં રોષ હતો, જે તેમણે ભાજપ સંગઠન સમક્ષ રજૂ કર્યો હતો. ભાજપના આગેવાનોએ આગામી દિવસોમાં તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપતા રાજુભાઈએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને પોતાની ઉમેદવારી પરત ખેંચીને ભાજપને ટેકો જાહેર કર્યો છે. અગાઉ આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના 4-4 ઉમેદવારો અને બસપાના 3 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી એકમાત્ર અપક્ષ ઉમેદવાર હવે ભાજપની સાથે ભળી ગયા છે. AAPના ઉમેદવારે અચાનક ફોર્મ ખેંચી ટેકો ભાજપને આપ્યો આ ઉપરાંત સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 15માં જોવા મળ્યો છે, જે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં 'આપ' પાર્ટીના ઉમેદવાર લાખાભાઈ મોરવાડીયાએ અચાનક જ ફોર્મ પરત ખેંચીને ભાજપને ટેકો આપી દીધો છે. આ આખા ખેલ પાછળ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. પ્રવીણ સોરાણીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે, કોંગ્રેસે તેમની સાથે અન્યાય કર્યો હોવાથી હવે તેઓ ભાજપને જીતાડવા માટે મેદાને પડ્યા છે. લાખાભાઈ મોરવાડીયાએ જણાવ્યું હતું કે, તેઓ વોર્ડ-6માંથી ટિકિટની માંગણી કરી રહ્યા હતા. જ્યાં તેમના સમાજનું 11700 જેટલું મજબૂત મતદાન છે, પરંતુ પક્ષે તેમને વોર્ડ-15માં મોકલી દીધા હતા. જીતની નહિવત શક્યતાઓ અને પ્રવીણ સોરાણીના ભાજપ સાથેના જોડાણને પગલે તેમણે પણ કેસરીયો ધારણ કરવાનો નિર્ણય લીધો છે. ચૂંટણીનો જંગ વધુ રસાકસીભર્યો બન્યો વોર્ડ નંબર 15માં ભાજપે માત્ર ‘આપ’ જ નહીં, પરંતુ મજબૂત અપક્ષ ઉમેદવાર દેવરાજ સોનારાની વિકેટ પણ પાડી છે. દેવરાજ સોનારાએ પોતાનું ફોર્મ પરત ખેંચીને ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાને ટેકો જાહેર કર્યો છે. દેવરાજ સોનારાના મતે, નિલેશ હેરભા અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલા લોકહિતના કાર્યોથી પ્રેરાઈને તેમણે જનતાના કામો માટે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. ગત ચૂંટણીમાં એકમાત્ર વોર્ડ નંબર 15માં કોંગ્રેસનાં ચાર કોર્પોરેટરો ચૂંટાયા હતા. ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસના વશરામ સાગઠીયાને હરાવવા માટે આ એક વ્યૂહાત્મક ચાલ ચાલી હોય તેમ જણાય છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 16 અને 18 માંથી પણ અન્ય અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. આમ, ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભાજપે રાજકીય ગણિતોમાં મોટો ફેરફાર લાવીને કુલ 4 ફોર્મ પરત ખેંચાવતા ચૂંટણીનો જંગ વધુ રસાકસીભર્યો બન્યો છે. અને કોંગ્રેસના ગઢમાં ગાબડા પડે તે શક્યતા રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સરધાર બેઠકના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા રાજકોટ જિલ્લામાં સરધાર બેઠક પર કોંગ્રેસમાં ભંગાણ થયુ હોવાનું સામે આવ્યું છે જેમાં આજ રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જીલ્લા પંચાયતની સરધાર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિલીપ ઢાંકેચાએ પોતાનું ફોર્મ પાછુ ખેંચી લેતા અહીંયા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામશે. જયારે આ જ રીતે સરધાર તાલુકા પંચાયત બેઠક પરથી પણ કોંગ્રેસના ઉમેદવાર કિશોર ગુંદાસરાએ પોતાનું ફોર્મ પાછુ ખેંચી લેતા અહીંયા પણ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામશે.
    Click here to Read More
    Previous Article
    MLAના કાર્યાલયમાં વિરેન્દ્રસિંહ અને નેહલ શુકલ વચ્ચે ઉગ્ર બોલાચાલી:ફોર્મ ભરવા સમયથી ચર્ચામાં રહેલા ઉમેદવારને તત્કાલ સંકલનમાં પહોંચવા આદેશ આપતા 'મને આવી સ્ટાઇલમાં સૂચના ન આપવા' વળતો જવાબ
    Next Article
    NDPS એક્ટના કેસના કેદીની ધરપકડ:આણંદના ગાંજાના કેસમાં 10 વર્ષની સજા ભોગવતો કેદી જામીન પર ગયા બાદ ફરાર થયો, ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ પાસેથી ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment