Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદ-ભૂસ્ખલનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકવામાં આવી:દિલ્હી-NCRમાં વરસાદ, રોડ પર ગાડીઓ ફસાઈ, જામ લાગ્યો; બિહારના બગાહામાં 300 ઘર ડૂબી ગયા

    1 day ago

    જમ્મુ-કાશ્મીરમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે શનિવારે જમ્મુથી અમરનાથ યાત્રા ફરીથી રોકી દેવામાં આવી છે. 11 ઓગસ્ટ સુધી જમ્મુ ક્ષેત્રમાં ભારે વરસાદ-પૂર અને ભૂસ્ખલનની આશંકા છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે ભારે વરસાદ થયો. દિલ્હી-ગુરુગ્રામને જોડતા હાઈવે સહિત અનેક મુખ્ય રસ્તાઓ પર ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. જેના કારણે વાહનો રસ્તામાં ફસાઈ ગયા. ઘણા વિસ્તારોમાં લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. હવામાન વિભાગ (IMD)એ શનિવારે પણ દિલ્હી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં દિલ્હીમાં અત્યાર સુધીમાં 127 મિમી વરસાદ નોંધાયો છે, જે 2011 પછીનો સૌથી વધુ વરસાદ છે. યુપીમાં 25 દિવસથી ચાલુ ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. કાશીમાં ગંગાનું જળસ્તર વધવાથી ઘાટ ડૂબી ગયા છે અને 84 ઘાટનો સંપર્ક તૂટી ગયો છે. 50-60 નાના મંદિરોમાં પણ પાણી ઘૂસી ગયું છે. આગ્રામાં રસ્તો ધસી પડતાં 20 ફૂટ ઊંડો ખાડો પડી ગયો.નેપાળમાં થઈ રહેલા વરસાદને કારણે બિહારના મુઝફ્ફરપુરમાં બાગમતી નદી ઉફાન પર છે. બગાહામાં ગંડક નદીનું પાણી 300 ઘરોમાં ઘૂસી ગયું છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દિલ્હીમાં વરસાદ-ટ્રાફિકની 2 તસવીરો… દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    સોમનાથ દર્શનના પ્લાન વચ્ચે કાળ ભેટ્યો:વઢવાણ પાસે ઉમૈયા નદીમાં ડૂબવાથી સોલર પ્લાન્ટમાં કામ કરતાં 4 રાજસ્થાની યુવકોનાં મોત
    Next Article
    હિમાચલમાં મુસાફરોથી ભરેલી બસ પલટી, 7ના મોત:15 ગંભીર, 50 મીટર નીચે બીજા રસ્તા પર પડી; 25 મુસાફરો સવાર હતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment