Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ દર્શનના પ્લાન વચ્ચે કાળ ભેટ્યો:વઢવાણ પાસે ઉમૈયા નદીમાં ડૂબવાથી સોલર પ્લાન્ટમાં કામ કરતાં 4 રાજસ્થાની યુવકોનાં મોત

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના નગરા ગામે આવેલી ઉમૈયા નદીમાં નહાવા પડેલા મૂળ રાજસ્થાનના ચાર યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. સ્થાનિક સોલર પ્લાન્ટમાં કામ કરતા આ પાંચ મિત્રો મોરબીથી નગરા ખાતે નહાવા આવ્યા હતા અને ત્યાંથી સોમનાથ દર્શન કરવા જવાના હતા. ચાર યુવાનોનો ઊંડા પાણીમાં ગરકાવ જોરાવરનગરના ઇન્ચાર્જ પીએસઆઈ એમ. આર. ગોહિલે જણાવ્યું કે, પાંચ મિત્રોમાંથી એક યુવક નદીની પાળે બેસીને નહાતો હતો, જ્યારે અન્ય ચાર યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કિનારે રહેલા યુવકે બૂમાબૂમ કરતા જ સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તરવૈયાઓએ નદીમાં ઝંપલાવીને શોધખોળ હાથ ધરી ચારેય યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. નાહ્યા બાદ યુવકો સોમનાથ જવાના હતા જોરાવરનગર પોલીસે ચારેય મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. નાહ્યા બાદ સોમનાથ દર્શને જવાનું આયોજન કરતા યુવકો સાથે સર્જાયેલી આ દુર્ઘટનાથી પરિવારજનો અને મિત્રોમાં શોકમાં ગરકાવ થયા.
    Click here to Read More
    Previous Article
    55 વર્ષમાં કેટલી બદલાઈ વનડે ક્રિકેટ:કલર જર્સી, ડે-નાઇટ મેચ અને સુપર ઓવર જેવા નિયમો બદલાયા; શું હશે 50 ઓવર ફોર્મેટનું ભવિષ્ય
    Next Article
    વરસાદ-ભૂસ્ખલનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકવામાં આવી:દિલ્હી-NCRમાં વરસાદ, રોડ પર ગાડીઓ ફસાઈ, જામ લાગ્યો; બિહારના બગાહામાં 300 ઘર ડૂબી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment