Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિમાચલમાં મુસાફરોથી ભરેલી બસ પલટી, 7ના મોત:15 ગંભીર, 50 મીટર નીચે બીજા રસ્તા પર પડી; 25 મુસાફરો સવાર હતા

    1 day ago

    હિમાચલ પ્રદેશના ચંબામાં શનિવારે સવારે એક પ્રાઈવેટ બસ પલટી ગઈ. જેના કારણે 7 લોકોના મોત થયા. જેમાં એક યુવતી, 2 મહિલાઓ અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે. જ્યારે 15 મુસાફરો ઘાયલ હોવાનું જણાવાયું છે. જેમને તીસા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. SP વિજય કુમાર સકલાણીએ જણાવ્યું કે બસ સવારે 7 વાગ્યે બૈરાગઢથી ચંબા માટે નીકળી હતી. બૈરાગઢથી થોડે દૂર 'શર્મા કોચ' બસ ચાલુંજ પાસે બેકાબૂ થઈને પલટી, પછી બીજા રસ્તા પર પડી. નજરેજોનાર મુજબ- બસ પલટતા જ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ. અંદર ફસાયેલા લોકો એકબીજા પર પડ્યા. જેસીબીની મદદથી બસને હટાવવામાં આવી, પછી અંદર ફસાયેલા મૃતકો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા. અકસ્માત પછીની 2 PHOTOS.. લગભગ 25 મુસાફરો સવાર હતા પ્રાથમિક માહિતી અનુસાર- બસમાં લગભગ 25 મુસાફરો સવાર હતા. અત્યંત દુર્ગમ વિસ્તાર હોવાને કારણે વહીવટીતંત્ર સંપર્ક કરી શકતું નથી. આથી મૃતકો અને ઘાયલોનો સાચો આંકડો આવવામાં સમય લાગી રહ્યો છે. પ્રશાસનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ પૂરી થયા પછી જ અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાનની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. અકસ્માતમાં આ લોકોના મોત થયા ************ આ સમાચાર પણ વાંચો: જલંધરમાં 140ની સ્પીડમાં કેન્ટર સાથે કાર અથડાઈ: 3 યુવકોના મોત, 2ના મૃતદેહ ફ્રન્ટ સીટમાં ફસાયા, એક રોડ પર પડ્યો જલંધરમાં શનિવારે સવારે લગભગ 6 વાગ્યે 140ની સ્પીડમાં જઈ રહેલી કાર રસ્તા પર ઉભેલા કેન્ટર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બે મૃતદેહ કારની અંદર ફ્રન્ટ સીટ પર હતા, જ્યારે એક મૃતદેહ રોડ પર પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વરસાદ-ભૂસ્ખલનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકવામાં આવી:દિલ્હી-NCRમાં વરસાદ, રોડ પર ગાડીઓ ફસાઈ, જામ લાગ્યો; બિહારના બગાહામાં 300 ઘર ડૂબી ગયા
    Next Article
    ઓસ્ટ્રેલિયા જતા પહેલાં જ વૃદ્ધ દંપતી લૂંટાયું:શેરથા નજીક ઈકો ગાડીમા નજર ચૂકવી 8.69 લાખના દાગીના સેરવી ગઠિયાઓ ફરાર, પુત્રીના ઘરે દાગીના મુકવા જતા હતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment