Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓસ્ટ્રેલિયા જતા પહેલાં જ વૃદ્ધ દંપતી લૂંટાયું:શેરથા નજીક ઈકો ગાડીમા નજર ચૂકવી 8.69 લાખના દાગીના સેરવી ગઠિયાઓ ફરાર, પુત્રીના ઘરે દાગીના મુકવા જતા હતા

    1 day ago

    આવતીકાલે રવિવારે ઓસ્ટ્રેલિયામાં વસતા પુત્ર પાસે જવાની તૈયારી કરી રહેલા મહેસાણાના એક વૃદ્ધ દંપતી સાથે ઈકો ગાડીમાં મુસાફરી દરમિયાન લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. કલોલથી શેરથા સુધીની મુસાફરીમાં અજાણ્યા તસ્કરોએ નજર ચુકવીને થેલામાંથી ₹ 8.69 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ સેરવી લીધા હતા. આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઓસ્ટ્રેલિયા જવાનું હોવાથી દાગીના પુત્રીના ઘરે મુકવા નીકળ્યા મહેસાણા શહેરના મોટેરા રોડ પર વિનાયક હોમ્સમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત મનુભાઈ સોમાભાઈ પટેલ અને તેમના પત્ની પુષ્પાબેન આવતીકાલે 9 ઓગસ્ટે ઓસ્ટ્રેલિયામાં રહેતા પોતાના પુત્ર કૃણાલ પાસે જવાના હતા. વિદેશ જતાં પહેલાં ઘરમાં રહેલા સોના-ચાંદીના કિંમતી દાગીના શેરથામાં રહેતી પુત્રી કોમલના ઘરે સુરક્ષિત મુકવા માટે આ દંપતી નીકળ્યું હતું. શેરથા જવા માટે દંપતીએ ઈકો ભાડે કરી 28 જુલાઈના રોજ સાંજે કલોલ બોરીસણા ગરનાળાથી ચાલતા અંબિકાનગર બસ સ્ટેન્ડ પહોંચી તેમણે શેરથા જવા એક સફેદ રંગની ઈકો ગાડી ભાડે કરી હતી. ઈકો ગાડીમાં અગાઉથી જ કેટલાક મુસાફરો બેઠેલા હતા. તે દરમિયાન ફોન પર વાત કરતો એક પુરુષ અને તેના અન્ય બે સાગરીત ગાડીમાં મનુભાઈની સામેની સીટ પર આવીને ગોઠવાયા હતા. પુત્રીના ઘરે પહોંચી બેગ ચેક કરતા દાગીના ગાયબ હતા આ ત્રણેય ઈસમો ભારે બાંધાના હોવાથી સીટમાં જગ્યા ઓછી પડતી હતી. જેથી મનુભાઈએ પોતાના દાગીના ભરેલો થેલો અડધો પોતાના પગ પર અને અડધો સામે બેઠેલા મુસાફરના પગ પર મૂક્યો હતો. બાદમાં શેરથા ઈફ્કો ટાઉનશીપના ગેટ પાસે ગાડીમાંથી ઉતરીને પુત્રીના ઘરે પહોંચ્યા બાદ થેલો તપાસતા તેમાંથી દાગીના અને રોકડવાળી નાની બેગ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. 8.69 લાખના દાગીના, 19 હજાર રોકડની ચોરી તસ્કરો થેલામાંથી 24 ગ્રામના સોનાના 2 દોરા, 2 તોલાનું મંગળસૂત્ર, 1 તોલાની 2 વીંટી, 2 તોલાની બંગડીની જોડ, સોનાની બુટ્ટી તથા હેર, 500 ગ્રામ ચાંદીના દાગીના અને ₹19,000ની રોકડ રકમ મળી ₹8,69,000ની મતા ચોરી ગયા હતા. જો કે દંપતીને ઓસ્ટ્રેલિયા જવાનું હોવાથી શરૂઆતમાં ફરિયાદ કરી નહતી. પરંતુ બાદમાં સગા-સંબંધીની સલાહથી અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    હિમાચલમાં મુસાફરોથી ભરેલી બસ પલટી, 7ના મોત:15 ગંભીર, 50 મીટર નીચે બીજા રસ્તા પર પડી; 25 મુસાફરો સવાર હતા
    Next Article
    No Promotions, Service Charge Only On Food: Bengaluru Hotel Body To Swiggy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment