Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NCP ધારાસભ્ય રોહિત પવારના PAની દીકરીનું મોત:બારામતીમાં નાળા પાસે મૃતદેહ મળ્યો, ઘરેથી નારાજ થઈને નીકળી હતી

    1 day ago

    પુણેના બારામતીમાં NCP(SCP) ધારાસભ્ય રોહિત પવારના પર્સનલ આસિસ્ટન્ટ (PA)ની 12 વર્ષની દીકરીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકી રોહિત પવારના PAની દીકરી હતી. તેનો મૃતદેહ રવિવારે સવારે બારામતીના સાઈનગર વિસ્તારમાં ઘરના નાળા પાસે મળ્યો હતો. શનિવારે કોઈ વાતને લઈને બાળકીનો તેની માતા સાથે સામાન્ય ઝઘડો થયો હતો. આ પછી તે ગુસ્સે થઈને ઘરેથી બહાર નીકળી ગઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે ઘણી વાર સુધી બાળકી ઘરે ન ફરતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી. રવિવારે સવારે ઘર પાસે બાળકીનો મૃતદેહ મળ્યાની જાણ પોલીસને થઈ. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બારામતી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મોકલી આપ્યો. રોહિત બોલ્યા- બાળકીનો મૃતદેહ સવારે 8:30 વાગ્યે મળ્યો રોહિત પવારે જણાવ્યું કે તેઓ બારામતી મેડિકલ કોલેજમાં છે, જ્યાં બાળકીના પરિવાર, મિત્રો અને પરિચિતો સહિત ઘણા લોકો હાજર છે. સંબંધિત અધિકારી સાથે વાત કરતા તેમને જાણ થઈ કે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ શરૂ થઈ ચૂક્યું છે. તેમણે પોલીસ અધિકારીઓ સાથે લગભગ અડધો કલાક વાત કરી. પોલીસ એક છોકરાના મોબાઈલ ફોનની તપાસ કરી રહી છે સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર ચૈતન્ય કદમે જણાવ્યું કે છોકરીના ગુમ થવાની જાણકારી મળ્યા બાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી. તેના મોબાઈલની તપાસમાં જાણવા મળ્યું કે ઘરેથી નીકળતા પહેલા તેનો તેની માતા સાથે ઝઘડો થયો હતો. પોલીસ આત્મહત્યા અને અન્ય સંભાવનાઓને ધ્યાનમાં રાખીને મામલાની તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ અને એક છોકરાના મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    AI ભારતમાં નોકરીઓ છીનવવા કરતાં વધુ આપી રહ્યું છે:નોમુરા રિપોર્ટમાં દાવો- સિનિયર કર્મચારીઓની માગ વધી, જુનિયર કોડિંગ અને ટેસ્ટિંગ જોબ્સ જોખમમાં
    Next Article
    અમરેલીમાં 'સુરક્ષા કવચ' એપનો સેમિનાર:1,888 મજૂર-કારીગરોની નોંધણી કરાઈ, ગુના નિયંત્રણનો હેતુ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment