Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 'સુરક્ષા કવચ' એપનો સેમિનાર:1,888 મજૂર-કારીગરોની નોંધણી કરાઈ, ગુના નિયંત્રણનો હેતુ

    1 day ago

    અમરેલી જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક અનોખી પહેલ કરી છે. જિલ્લાના કુલ 20 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ‘અમરેલી સુરક્ષા કવચ’ ડિજિટલ એપ્લિકેશન અંગે વ્યાપક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત 1,888 મજૂરો અને કારીગરોને માર્ગદર્શન આપી સ્થળ પર જ એપમાં તેમની નોંધણી કરવામાં આવી હતી. અમરેલી SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ એપનો મુખ્ય હેતુ અન્ય જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાંથી કામ માટે આવતા મજૂરો અને કારીગરોની માહિતી ડિજિટલ રીતે એકત્રિત કરવાનો છે. પોલીસના જણાવ્યા મુજબ, આ માહિતીના આધારે સંભવિત ગુનાઓને રોકવામાં તેમજ ગુનાની ઘટનામાં ઝડપી તપાસ કરવામાં મદદ મળશે. આ સેમિનાર અમરેલી શહેરથી લઈને ડુંગર સુધી જિલ્લાના 20 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વિવિધ ગામો અને સ્થળોએ યોજાયા હતા. જેમાં અમરેલી શહેર, અમરેલી રૂરલ, લાઠી, લીલીયા, દામનગર, બગસરા, વડીયા, સાવરકુંડલા શહેર અને રૂરલ, વંડા, ચલાલા, ધારી, ખાંભા, રાજુલા, પીપાવાવ, નાગેશ્રી, જાફરાબાદ તાલુકા, જાફરાબાદ મરીન અને ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા નોંધણી દરમિયાન મજૂરો અને કારીગરોની મહત્વપૂર્ણ વિગતો ઓનલાઈન અપલોડ કરવામાં આવી રહી છે. આમાં માલિકની વિગતો અને જરૂરી દસ્તાવેજો, મજૂર અગાઉ ક્યાં કામ કરતો હતો અને કોના રેફરન્સથી હાલના કામે આવ્યો છે તેની માહિતી, મજૂરનું મૂળ વતન અને ત્યાંના પોલીસ સ્ટેશનની વિગતો, પરિવારની માહિતી અને સંબંધિત દસ્તાવેજો, આધાર કાર્ડ, વાહનની વિગતો અને બેંક સંબંધિત માહિતી, હાલનું રહેઠાણ અને તેના પુરાવા તેમજ હાલ તથા અગાઉ કામ કરેલા મજૂરોનો સંપૂર્ણ રેકોર્ડ શામેલ છે. સેમિનારમાં પોલીસ અધિકારીઓએ CCTV કેમેરા સ્થાપિત કરવાની જરૂરિયાત અને તેના ફાયદાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. પોલીસનું માનવું છે કે ડિજિટલ નોંધણી અને CCTV નેટવર્ક દ્વારા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને જનતા, ખેડૂતો તેમજ ઉદ્યોગકારોમાં વિશ્વાસ અને સલામતીની ભાવના વધશે. અમરેલી જિલ્લા પોલીસે તમામ નાગરિકો, ખેડૂત ભાઈઓ, ઉદ્યોગકારો અને સંસ્થાઓને અપીલ કરી છે કે, તેઓ તેમના વિસ્તારમાં કામ કરતા મજૂરો અને કારીગરોની માહિતી ‘અમરેલી સુરક્ષા કવચ’ એપ્લિકેશનમાં નોંધાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપે.
    Click here to Read More
    Previous Article
    NCP ધારાસભ્ય રોહિત પવારના PAની દીકરીનું મોત:બારામતીમાં નાળા પાસે મૃતદેહ મળ્યો, ઘરેથી નારાજ થઈને નીકળી હતી
    Next Article
    સડેલા શાકભાજી મળ્યા, ચામડીના રોગવાળા કારીગર સામે કાર્યવાહી:પાંડેસરા અને ગુલશનનગરના હોટેલ, રેસ્ટોરન્ટમાં ચેકિંગ, સતત છઠ્ઠા દિવસે ફૂડ વિભાગની તવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment