Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સડેલા શાકભાજી મળ્યા, ચામડીના રોગવાળા કારીગર સામે કાર્યવાહી:પાંડેસરા અને ગુલશનનગરના હોટેલ, રેસ્ટોરન્ટમાં ચેકિંગ, સતત છઠ્ઠા દિવસે ફૂડ વિભાગની તવાઈ

    1 day ago

    સુરતના વરાછા સ્થિત શીતલ રેસ્ટોરન્ટમાં 15 ઓગસ્ટે જમ્યા બાદ પરિવારના સભ્યોની તબિયત લથડવા અને 4 વર્ષની માસૂમ બાળકીના મોતની ગંભીર ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. સુરત મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 6 દિવસથી શહેરમાં સતત મેગા ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત પાંડેસરા અને ગુલશનનગર વિસ્તારમાં ફૂડ સેફ્ટી વિભાગે મોટા પાયે દરોડા પાડી નિયમોનો ભંગ કરનારા વેપારીઓ સામે લાલ આંખ કરી છે. ગુલશનનગર ચાર રસ્તા પર હોટેલ, રેસ્ટોરન્ટમાં ચેકિંગ સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ગુલશનનગર ચાર રસ્તા તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીની દુકાનો અને લારીઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન અનેક એકમોમાં અત્યંત ગંદકી અને નિયમોના ઉલ્લંઘનની બાબતો સામે આવી હતી. સ્થળ પરથી સડેલા બટાટા-ટમેટાનો જથ્થો તેમજ ફ્રિજમાં અસ્વચ્છતા જોવા મળી હતી. ટીમો દ્વારા અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને આશરે ₹30,000 જેટલો વહીવટી દંડ વસૂલ કરાયો હતો. ચામડીના રોગથી પીડિત વ્યક્તિ ખાદ્યપદાર્થ બનાવતો ઝડપાયો તપાસ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારી બાબત સામે આવી હતી, જ્યાં એક દુકાનમાં સ્કિન ડિસીઝ (ચામડીના રોગ)થી પીડાતો વ્યક્તિ સીધો જ ખાદ્યપદાર્થ બનાવતો પકડાયો હતો. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે તેને કામથી દૂર રહેવાનો આદેશ આપ્યો હતો અને જ્યાં સુધી તે ડોક્ટર પાસે સારવાર કરાવી 'મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ' રજૂ ન કરે ત્યાં સુધી કામ પર ન રાખવા કડક સૂચના આપી હતી. આ ઉપરાંત તમામ ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી સંબંધિત વેપારીઓને ધંધો બંધ રાખવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે. જ્યાં સુધી વેપારીઓ નહીં સુધરે ત્યાં સુધી રેડ ચાલુ રહેશે સુરત મનપાના આરોગ્ય અધિકારી કેયુર ભટ્ટે જણાવ્યું હતું કે, અત્યારે પાંડેસરા અને ગુલશનનગર ચાર રસ્તા આસપાસ સ્પેશિયલ ઝુંબેશ ચાલી રહી છે. જ્યાં પણ ખામીઓ મળી ત્યાં અખાદ્ય પદાર્થોનો નાશ કરાવી વહીવટી ખર્ચ વસૂલાયો છે. એક વ્યક્તિ ચામડીના રોગવાળો જણાતા તેને સારવાર લઈ ફિટનેસ સર્ટિફિકેટ ન લાવે ત્યાં સુધી કામ બંધ રખાવ્યું છે. જ્યાં સુધી વેપારીઓ સુધરી ન જાય અને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં બંધ ન કરે ત્યાં સુધી અમારી આ સરપ્રાઈઝ ચેકિંગ અને રેડની કાર્યવાહી કાયમ માટે ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં 'સુરક્ષા કવચ' એપનો સેમિનાર:1,888 મજૂર-કારીગરોની નોંધણી કરાઈ, ગુના નિયંત્રણનો હેતુ
    Next Article
    રૂચકગિરિ આરાધના ધામમાં બાળકોની શિબિર સંપન્ન:સાધ્વીજી નિધિરત્નાશ્રીજી મ.સા.ની નિશ્રામાં ધર્મ-સંસ્કારનું જ્ઞાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment