Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુભાષચંદ્રા કેસમાં NCLTના આદેશ પર રોક:₹22 હજાર કરોડના દેવા સામે ₹6.5 કરોડના પેમેન્ટને મંજૂરી મળી હતી; 5-સભ્યની બેન્ચે રોક લગાવી, હાલમાં ચંદ્રાની નેટવર્થ માત્ર ₹31.79 કરોડ

    1 week ago

    NCLTની 5-સભ્યની બેન્ચે ઝી ગ્રુપના ફાઉન્ડર સુભાષ ચંદ્રાના ₹6.25 કરોડના રિપેમેન્ટ પ્લાનને મંજૂરી આપતા 25 ઓગસ્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. કોર્ટે સુભાષ ચંદ્રા પર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે પોતાની કોઈપણ સંપત્તિ વેચવા કે ટ્રાન્સફર કરવા પર રોક લગાવી દીધી છે. તમામ સંબંધિત પક્ષોને નોટિસ પણ જારી કરી છે. આ NCLTના ઇતિહાસમાં પહેલીવાર છે, જ્યારે પાંચ સભ્યની બેન્ચ બનાવવામાં આવી છે. બેન્ચની અધ્યક્ષતા પ્રેસિડેન્ટ જસ્ટિસ અનૂપિંદર સિંહ ગ્રેવાલ કરી રહ્યા છે. તેના બાકીના સભ્યો બચુ વેંકટ બાલારામ દાસ, મહેન્દ્ર ખંડેલવાલ, અતુલ ચતુર્વેદી અને રવિન્દ્ર ચતુર્વેદી છે. જાણો સવાલ-જવાબમાં પૂરી ખબર... સવાલ 1. NCLTની 5 જજોની બેન્ચે શું નિર્ણય સંભળાવ્યો છે? જવાબ: 5-જજોની બેન્ચે સુભાષ ચંદ્રાના ₹6.25 કરોડના રીપેમેન્ટ પ્લાનની મંજૂરી પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. આ ઉપરાંત કોર્ટે સુભાષ ચંદ્રા પર પોતાની કોઈ પણ સંપત્તિ વેચવા કે ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેસ સાથે સંકળાયેલા તમામ પક્ષોને નોટિસ જારી કરવામાં આવી છે. સવાલ 2. રીપેમેન્ટ પ્લાન પર રોક લગાવવાનું કારણ શું છે? જવાબ: ટ્રિબ્યુનલે સ્પષ્ટ કહ્યું કે 25 ઓગસ્ટે આવેલો નિર્ણય જજોની સ્પષ્ટ બહુમતીથી બન્યો ન હતો. કેસની સુનાવણી કરનારા ત્રણેય સભ્યોનો અભિપ્રાય અલગ-અલગ હતો, તેથી તે આદેશને માન્ય ગણી શકાય નહીં. સવાલ 3. સુભાષ ચંદ્રા પર કેટલું દેવું છે અને તેમણે શું ઓફર આપી હતી? જવાબ: સુભાષ ચંદ્રા પર બેંકો અને નાણાકીય સંસ્થાઓનું કુલ ₹22,006.57 કરોડનું દેવું બાકી છે. આ મોટા દેવાના બદલામાં તેમણે માત્ર ₹6.25 કરોડ ચૂકવવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેનો બેંકો સતત વિરોધ કરી રહી હતી. સવાલ 4. પાંચ જજોની મોટી બેન્ચ બનાવવાની જરૂર શા માટે પડી? જવાબ: કેસની સુનાવણી કરી રહેલા 2 મૂળ જજો અને બાદમાં સામેલ કરાયેલા ત્રીજા સભ્ય, ત્રણેયના મંતવ્યો એકબીજાથી સંપૂર્ણપણે અલગ હતા. જ્યારે નિર્ણયમાં કોઈ બહુમતી ન બની શકી, ત્યારે NCLT પ્રમુખે 5 જજોની વિશેષ બેન્ચની રચના કરી. સવાલ 5. મૂળ બેન્ચના ન્યાયાધીશોના મંતવ્યોમાં શું મતભેદ હતા? જવાબ: પ્રથમ ન્યાયાધીશ (અશોક કુમાર ભારદ્વાજ): તેઓ ફક્ત સંમતિ આપનાર લેણદારો માટે પ્લાનને મંજૂર કરવાના પક્ષમાં હતા. બીજા સભ્ય (રીના સિંહા પુરી): તેમણે પ્રક્રિયામાં ખામીઓ જણાવીને પ્લાનને સંપૂર્ણપણે રદ કરી દીધો હતો. ત્રીજા સભ્ય (નીલેશ શર્મા): તેમણે કેટલાક ફેરફારો સાથે પ્લાનને મંજૂરી આપી દીધી હતી, જે નિર્ણય પર હવે સ્ટે લાગી ગયો છે. સવાલ 6. આ હાલના નિર્ણયની સુભાષચંદ્ર પર શું અસર પડશે? જવાબ: પ્રતિબંધ લાગુ થયા બાદ હવે સુભાષ ચંદ્રા પોતાની અંગત કે વ્યવસાયિક સંપત્તિઓ વેચી શકશે નહીં. આ ઉપરાંત, ₹6.25 કરોડ ચૂકવીને ₹22,000 કરોડના દેવામાંથી રાહત મેળવવાની તેમની યોજના પર પણ હાલ પૂરતી બ્રેક લાગી ગઈ છે. અસંમત ધિરાણકર્તાઓએ NCLATનો સંપર્ક કર્યો સોમવારે, અસંમત બેંકોએ NCLAT માં અરજી કરી. બેંકોએ ₹22,006.57 કરોડના બાકી લેણાં પર માત્ર ₹6.5 કરોડ ચૂકવવાના નિર્ણયને પડકાર્યો. LIC હાઉસિંગ ફાઇનાન્સ, કેનેરા બેંક અને યુનિયન બેંક વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તાત્કાલિક સુનાવણીની માંગ કરી. તેમણે કહ્યું કે ₹22,000 કરોડના દેવા પર આટલું ઓછું સેટલમેન્ટ મંજૂર કરવાથી ઇન્સોલ્વન્સી કાયદાનો હેતુ જ સમાપ્ત થઈ જશે. આ સમાચાર પણ વાંચો… રિલાયન્સે સુભાષચંદ્રના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું- મીડિયાનો ઉપયોગ કોઈના પર હુમલો કરવા માટે નથી કર્યો એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષચંદ્ર દ્વારા મીડિયા પ્લેટફોર્મ્સના ખોટા ઉપયોગ કરવાના આરોપોને રિલાયન્સે નિવેદન જારી કરીને ખોટા ગણાવ્યા છે. ચંદ્રએ આરોપ લગાવ્યો હતો કે રિલાયન્સ દ્વારા તેમના પર ખોટા આરોપો લગાવતા ફેક ન્યૂઝ પ્લાન્ટ કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ગરીબ મુસાફરોને લૂંટતી રિક્ષા ગેંગ ફરી સક્રિય:લેપટોપ લેવા આવેલા ખેડૂતને ઊલટીના નાટકમાં અટવાવી 50 હજાર સેરવી લીધા: એક સકંજામાં
    Next Article
    નેપાળ પૂરમાં ફસાયેલી માનસી પારેખ મુંબઈ પરત ફરી:એરપોર્ટ પર પતિ અને દીકરીને ગળે લગાડીને ભાવુક થઈ; ભૂસ્ખલન પછી પગપાળા સરહદ પાર કરી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment