Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NCERTનો નવો અભિગમ::હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ AI અને કમ્પ્યુટેશનલ થિંકિંગ ભણશે

    12 hours ago

    રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા શિક્ષણ મંત્રાલય, ભારત સરકારના નેજા હેઠળ ધોરણ 9થી 12ના માધ્યમિક તબક્કાના વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટેશનલ થિંકિંગ (CT) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર એક નવું ઇન્ટ્રોડક્ટરી મોડ્યુલ વિકસાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના વિઝન સાથે સુસંગત આ મોડ્યુલ AIના કોઈ અગાઉના જ્ઞાન વિનાના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કમ્પ્યુટેશનલ થિંકિંગ ભણશે. આ નવું મોડ્યુલ વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, સમસ્યા ઉકેલવાની ક્ષમતા (પ્રોબ્લેમ-સોલ્વિંગ) અને ઉભરતી ટેક્નોલોજીના જવાબદાર ઉપયોગને પ્રોત્સાહન આપે છે. આ અભિગમ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક તકનીકી ક્ષેત્રમાં સક્ષમ બનાવવાનો હેતુ છે. આ મોડ્યુલ વિદ્યાર્થીઓને AI કેવી રીતે કામ કરે છે, તેની એપ્લિકેશનો, શક્યતાઓ અને મર્યાદાઓ સમજવામાં મદદ કરે છે. આમાં ડિજિટલ ઉપકરણો સાથે કે વગર ચર્ચા, પ્રાયોગિક કસરતો અને પ્રયોગો દ્વારા પ્રવૃત્તિ-આધારિત શિક્ષણ અભિગમ અપનાવવામાં આવ્યો છે. વિશેષ ભાર AIના નૈતિક અને સુરક્ષિત ઉપયોગ પર મૂકવામાં આવ્યો છે જેમાં ડેટા પ્રાઇવસી, ગેરમાહિતી, ડિજિટલ સલામતી અને AI-જનરેટેડ માહિતીની ચકાસણીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ ટેક્નોલોજીના માહિતગાર, આત્મવિશ્વાસુ અને જવાબદાર વપરાશકર્તા બની શકે તે માટે આ મોડ્યુલ પ્રેરિત કરે છે. વિદ્યાર્થીઓ ડિજિટલ સેફ્ટી અને ડેટા પ્રાઇવસી વિશે જાગૃત થશે કોના માટે છે આ મોડ્યુલ? આ ખાસ મોડ્યુલ ધોરણ 9થી 12 (સેકન્ડરી સ્ટેજ)ના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું છે. મુખ્ય ફાયદો આનાથી વિદ્યાર્થીઓ ડિજિટલ સેફ્ટી અને ડેટા પ્રાઇવસી વિશે જાગૃત થશે. ટેક્નોલોજીના યુગમાં માનવીય નિર્ણય શક્તિ, સર્જનાત્મકતા અને નૈતિક જવાબદારી શિક્ષણના કેન્દ્રસ્થાને જળવાઈ રહેશે.
    Click here to Read More
    Previous Article
    JEE મેઇન 2027નું રજિસ્ટ્રેશન શરૂ:20થી 28 જાન્યુઆરી દરમિયાન 13 ભાષામાં પરીક્ષા
    Next Article
    રાજકોટમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણનો પ્રારંભ:આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને જમીન ફાળવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment