Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણનો પ્રારંભ:આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને જમીન ફાળવાઈ

    12 hours ago

    રાજ્યપાલના અગ્રસચિવ દ્વારા મહાનગરપાલિકા સ્તરે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો એક માસમાં શરૂ કરવાની સૂચના આપવામાં આવતા મનપાએ સ્થળ નક્કી કરી શહેરમાં પુષ્કરધામ મેઇન રોડ ઉપર આવેલા હોકર્સ ઝોનમાં ખેડૂતોને વિનામૂલ્યે જગ્યા ફાળવી છે. અને દર છ મહિને વેચાણના રિવ્યૂ લઈ જરૂર હશે તો વધુ જગ્યા ફાળવવામાં આવશે તેમ મનપાના એસ્ટેટ વિભાગે જણાવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.10માં પુષ્કરધામ મેઇન રોડ પર, હોકર્સ ઝોન પાસે, હયાત ફૂડ કોર્ટના ડોમમાં નિયત કરેલ જગ્યામાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે 10 થડા બનાવવામાં આવેલ છે. જે નિયમો અનુસાર ખેડૂતોને વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે.ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ દ્વારા નિયત કરવામાં આવ્યા મુજબના કૃષિ પેદાશોના ઉત્પાદન કરતાં સર્ટિફાઈડ ખેડૂતોને જ થડા ફાળવવાના આવશે. હાલ પ્રાયોગિક ધોરણે છ માસ માટે વિનામૂલ્યે થડા ફાળવવામાં આવશે, ત્યારબાદ આ બાબતે રિવ્યૂ કરવામાં આવશે. નિયમોનું પાલન જરૂરી ખેડૂતોએ થડાની આગળના ભાગમાં ડસ્ટબિન રાખવાના રહેશે જે તે દિવસે એકત્ર થયેલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાનો રહેશે સર્ટિફાઇડ ખેડૂતોને સંસ્થા દ્વારા ફાળવવામાં આવેલ ઓળખપત્ર ફરજિયાતપણે જ્યારે માંગવામાં આવે ત્યારે રજૂ કરવાના રહેશે. ફાળવેલ થડા સિવાયની કોઈપણ જગ્યાનો વપરાશ કરી શકાશે નહીં અને નિયમોનું ચુસ્ત પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    NCERTનો નવો અભિગમ::હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ AI અને કમ્પ્યુટેશનલ થિંકિંગ ભણશે
    Next Article
    ઍડમિનિસ્ટ્રેશન રિપોર્ટર:જૂના કપડાં, ફર્નિચર, વાસણ, મેડિકલ સાધનો, રમકડાંનું 10 ટીમે શરૂ કર્યું ડોર ટુ ડોર કલેક્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment