Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    JEE મેઇન 2027નું રજિસ્ટ્રેશન શરૂ:20થી 28 જાન્યુઆરી દરમિયાન 13 ભાષામાં પરીક્ષા

    11 hours ago

    દેશના પ્રખ્યાત ઇજનેરી કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા જેઈઈ મેઇન 2027ના પ્રથમ સત્રનું સત્તાવાર જાહેરનામું બહાર પાડીને ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ 2025 કે 2026માં 12મી ધોરણની પરીક્ષા પાસ કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને તારીખ 22 નવેમ્બર 2026 સુધીમાં નિયમિત અરજી કરી શકે છે. આ પરીક્ષા 20થી 28 જાન્યુઆરી દરમિયાન બે સત્રમાં લેવાશે અને વિદ્યાર્થીઓ ગુજરાતી સહિત 13 ભાષાઓમાં આ કમ્પ્યુટર બેઝ્ડ પરીક્ષા આપી શકશે. જેઈઈ મેઇન 2027ની પરીક્ષા બે મુખ્ય સત્રમાં લેવામાં આવશે. પ્રથમ સત્રની પરીક્ષા તારીખ 20, 21, 22, 23, 24 અને 28 જાન્યુઆરી 2027ના રોજ યોજાશે. નિયમિત અરજી કરવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2026 છે જ્યારે વિલંબ શુલ્ક સાથે 23થી 26 નવેમ્બર 2026 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મમાં સુધારો કરવા માટે 27થી 29 નવેમ્બર 2026 સુધીનો સમય આપવામાં આવશે. પરીક્ષા શહેરની સ્લિપ 30 ડિસેમ્બર 2026ના રોજ અને પ્રવેશપત્ર 13 જાન્યુઆરી 2027ના રોજ જાહેર કરવામાં આવશે. જ્યારે બીજા સત્ર માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા તારીખ 5 જાન્યુઆરી 2027થી 3 ફેબ્રુઆરી 2027 સુધી ચાલશે. બીજા સત્રની પરીક્ષા તારીખ 2, 3, 4, 5, 6 અને 7 એપ્રિલ 2027 ના રોજ યોજાવાનું આયોજન છે. પાત્રતા અને અરજી માટે જરૂરી દસ્તાવેજો કોઈ મહત્તમ ઉંમર મર્યાદા નક્કી કરાઈ નથી. વિદ્યાર્થીઓ 12મી કે સમકક્ષ પરીક્ષા પાસ કર્યાના વર્ષથી સતત 3 વર્ષ સુધી આ પરીક્ષામાં બેસી શકે છે. અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ ફોટોગ્રાફ, સહી, 10મીની અંકપત્રિકા અને લાગુ પડતું હોય ત્યાં દિવ્યાંગતા પ્રમાણપત્ર અથવા પાસપોર્ટ તૈયાર રાખવાના રહેશે. અરજી ફીની વિગતો (કેટેગરી મુજબ) સામાન્ય પુરુષ : રૂ.1,000 અનેમહિલા : રૂ.800 સામાન્ય EWS / OBC (નૉન-ક્રીમીલેયર) પુરુષ : રૂ.900 મહિલા : રૂ.800 SC / ST / દિવ્યાંગ ઉમેદવાર પુરુષ અને મહિલા બંને માટે રૂ.500 ગુજરાતી સહિત આ 13 ભાષામાં પરીક્ષા લેવાશે પ્રથમ સત્ર કમ્પ્યુટર આધારિત પદ્ધતિથી યોજાશે. પરીક્ષા અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, આસામી, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દૂમાં યોજાશે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિકો કચરાના ઢગલા વચ્ચે રહેવા મજબૂર, રોગચાળાનો ડર:મુંજકા શહેરમાં ભળ્યું પણ સુવિધા ઝીરો રોજ સફાઈ ન થતાં ગંદકીના ગંજ ખડકાયા
    Next Article
    NCERTનો નવો અભિગમ::હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ AI અને કમ્પ્યુટેશનલ થિંકિંગ ભણશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment