Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિરમા યુનિવર્સિટીમાં કારગિલ વિજય દિવસની ઉજવણી:શહીદ કેપ્ટન નિલેશ સોનીના પરિવારનું સન્માન, નવમી ગુજરાત NCC બટાલિયને ઉજવણી

    1 day ago

    અમદાવાદ સ્થિત નિરમા યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં 9th ગુજરાત NCC બટાલિયનના કેડેટ્સ અને જવાનો દ્વારા 30/7/2026 ના રોજ દેશના વીર જવાનોની શહાદતને નમન કરવા માટે કારગિલ વિજય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને યુવાનોમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવાના હેતુસર વિવિધ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ગૌરવ સમાન અને ઓપરેશન મેઘદૂત દરમિયાન દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર 'વીર શહીદ કેપ્ટન નિલેશ સોની'ની અદભુત વીરતાને સૌએ યાદ કરી નમન કર્યા હતા. તેમની શૌર્યગાથાને બિરદાવવા માટે યુનિવર્સિટીના નિયામક રાજેશભાઈ પટેલ, લેફ્ટિનેન્ટ ચાણક્ય ભટ્ટ અને NCC કેડેટ્સ દ્વારા શહીદ પરિવારને વિશેષ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ભાવુક ક્ષણે ઉપસ્થિત સૌની આંખોમાં ગર્વ અને આદરની લાગણી છલકાઈ હતી. ઉજવણીના ભાગરૂપે લશ્કર દ્વારા કરવામાં આવતા વિવિધ મહત્વપૂર્ણ ઓપરેશન્સ અને અત્યાધુનિક મશીનગન સહિતના શસ્ત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કેડેટ્સ અને મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓ દ્વારા આ શસ્ત્રોની નજીકથી મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન લશ્કરી જવાનો દ્વારા વિદ્યાર્થીઓને દરેક શસ્ત્રની કાર્યપદ્ધતિ અને ઓપરેશનલ વ્યૂહરચના વિશે સચોટ અને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી, જેનાથી યુવાનોમાં લશ્કરી જીવન વિશેનો ઉત્સાહ બેવડાયો હતો.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરામાં 600થી વધુ લોકોનું સ્થળાંતર:અંબિકા-કાવેરી નદી ભયજનક સપાટી વટાવી, તંત્ર એલર્ટ
    Next Article
    સુરતની 3 ખાડીઓ ભયજનક સપાટી નજીક:ઉકાઈ ડેમમાં સીઝનની સૌથી વધુ 4.29 લાખ ક્યુસેક પાણીની આવક, અંબિકા તાલુકામાં રેકોર્ડબ્રેક 22 ઈંચ વરસાદ; 4000 લોકોનું સ્થળાંતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment