Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં 600થી વધુ લોકોનું સ્થળાંતર:અંબિકા-કાવેરી નદી ભયજનક સપાટી વટાવી, તંત્ર એલર્ટ

    1 day ago

    બીલીમોરા શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટી વટાવી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં તંત્ર દ્વારા 600થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હાઈ એલર્ટ જાહેર કરાયું છે. અવિરત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી બાદ વહીવટીતંત્ર ગત રાતથી જ સતર્ક બન્યું હતું. પૂરના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, નગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું મોટા પાયે સ્થળાંતર શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં 600થી વધુ લોકોને સુરક્ષિત રીતે વિવિધ શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે. દેસરા, કોળીવાડ, ભાઠા, ગિરિરાજ નગર, સાંઈનાથ નગર, ગોકુલધામ અને રામજી મંદિર વિસ્તારના 125થી વધુ લોકોને પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત, વાડિયા, રામદર પડ્યો, તલોદ, નવીનગરી અને ખાડા માર્કેટ વિસ્તારમાંથી 350થી વધુ લોકોને ટાટા સ્કૂલ ખાતે સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. કાકરાખાડી અને વરિયા મોરિયા વિસ્તારના 175થી વધુ લોકોને પણ પ્રાથમિક શાળામાં આશ્રય અપાયો છે. બીલીમોરા નજીકના ઉડાચ ગામમાં રાઘવ ફળિયા અને લુહાર ફળિયામાંથી પણ લોકોનું સ્થળાંતર કરાયું છે. વર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને જોતા, આજે બીલીમોરાની તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ, ચીફ ઓફિસર સંદીપ પટેલ અને ફાયર વિભાગની ટીમ સતત સ્થળ પર હાજર રહીને રાહત-બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહી છે અને નીચાણવાળા વિસ્તારો પર કડક નજર રાખી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- આંધ્રની આ પવિત્ર ભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યું:PMએ આંધ્રપ્રદેશમાં ભોગાપુરમ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, રૂપિયા 5000 કરોડના ખર્ચે બનાવાયું છે
    Next Article
    નિરમા યુનિવર્સિટીમાં કારગિલ વિજય દિવસની ઉજવણી:શહીદ કેપ્ટન નિલેશ સોનીના પરિવારનું સન્માન, નવમી ગુજરાત NCC બટાલિયને ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment