Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની 3 ખાડીઓ ભયજનક સપાટી નજીક:ઉકાઈ ડેમમાં સીઝનની સૌથી વધુ 4.29 લાખ ક્યુસેક પાણીની આવક, અંબિકા તાલુકામાં રેકોર્ડબ્રેક 22 ઈંચ વરસાદ; 4000 લોકોનું સ્થળાંતર

    1 day ago

    સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં સતત બીજા દિવસે પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા 'રેડ એલર્ટ' વચ્ચે ધોધમાર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે મેઘમહેરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં વહેતી મુખ્ય ખાડીઓની જળસપાટીમાં ઝડપી વધારો થતાં સંભવિત ખાડીપૂરનો ખતરો હજુ ટળ્યો નથી. તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ઉકાઈ ડેમની વર્તમાન સ્થિતિ ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયા એવા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ચાલુ મોસમમાં પ્રથમ વખત ડેમમાં 4,29,583 ક્યુસેક જેટલો પ્રચંડ પાણીનો ઈનફ્લો નોંધાયો છે. આ ભારે આવકના પરિણામે છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં લગભગ ત્રણ ફૂટનો વધારો થયો છે અને જળસપાટી 321.51 ફૂટ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, ઉકાઈ ડેમનું વર્તમાન રૂલ લેવલ 333 ફૂટ અને ભયજનક સપાટી 345 ફૂટ છે, જેથી હાલ પૂરતો જળસંગ્રહ સુરક્ષિત મર્યાદામાં હોવા છતાં તંત્ર દ્વારા ભારે તકેદારી રાખવામાં આવી રહી છે. ભયજનક સપાટી નજીક પહોંચેલી ખાડીઓ સુરત શહેરની પાંચ મુખ્ય ખાડીઓ પૈકી ત્રણ ખાડીઓ હાલ ભયજનક સપાટીની ખૂબ નજીક પહોંચી ગઈ છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બપોરે 12:30 વાગ્યાના આંકડા મુજબ મીઠી ખાડીની ભયજનક સપાટી 9.35 મીટર છે, જેની સામે સપાટી 8.30 મીટરે પહોંચી ગઈ છે. આ જ રીતે ભેદવાડ ખાડીની ભયજનક સપાટી 7.2 મીટરની સામે વર્તમાન સપાટી 6.5 મીટર અને વરાછા ઝોનની સીમાડા ખાડીની 4.50 મીટર ભયજનક સપાટી સામે સપાટી 4.00 મીટર નોંધાઈ છે. જિલ્લામાં વરસાદના સત્તાવાર આંકડા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે આપેલા સરકારી આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સમગ્ર સુરત જિલ્લામાં સરેરાશ 222 mm (આશરે 8 ઈંચ) જેટલો ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વિધ્વંસક રોપ અંબિકા તાલુકામાં જોવા મળ્યો હતો, જ્યાં અંદાજિત 565 mm (આશરે 22.5 ઈંચ) જેટલો રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ 5 થી 12 ઈંચ સુધીનો ભારે વરસાદ પડ્યો છે, જ્યારે સુરત શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન 5 થી 6 ઈંચ વરસાદ થયો છે. SDRFની કામગીરી અને 4000 લોકોનું રેસ્ક્યૂ પૂર અને ભારે વરસાદની ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પૂરના જોખમ હેઠળના અંબિકા નદી કિનારાના ગામો તેમજ કીમ નદીના કાંઠાના વિસ્તારોમાંથી 4,000 થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. રાહત કામગીરીને વધુ ઝડપી અને સુચારૂ બનાવવા માટે માંડવી ખાતે અગાઉથી તૈનાત SDRF ની ટીમ ઉપરાંત ઓલપાડ ખાતે પણ SDRF ની વધારાની ટીમ રવાના કરી દેવામાં આવી છે. કીમ નદી પાણીની ભરપૂર આવક કીમ નદીમાં ગઈકાલે રાત્રિ દરમિયાન પાણીનો પ્રવાહ ભયજનક રીતે વધતા ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. તંત્ર દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે સમયસર સ્થળાંતર કામગીરી શરૂ કરાતાં મોટી હોનારત ટળી હતી, પરંતુ હજુ પણ નદીનું જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરના ઝોન વાઈઝ આંકડા સુરત શહેરમાં ગઈકાલે રાતથી આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં વિવિધ ઝોનમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો, સેન્ટ્રલ ઝોનમાં દોઢ ઈંચ, ઈસ્ટ ઝોન-A માં બે ઈંચ, ઈસ્ટ ઝોન-B માં દોઢ ઈંચ, અને વેસ્ટ ઝોનમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત નોર્થ ઝોન, સાઉથ ઝોન, સાઉથ ઈસ્ટ ઝોન અને સાઉથ વેસ્ટ ઝોનમાં પણ એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. સવારે થોડો વિરામ લીધા બાદ 10 વાગ્યાથી ફરી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. કલેક્ટર તેજસ પરમારની નાગરિકોને અપીલ જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારે સ્થિતિ અંગે માહિતી આપતા ખાસ કરીને કીમ અને અંબિકા નદીના કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને અપીલ કરી છે કે તેઓ જોખમ ન લેતાં સમયસર સુરક્ષિત સ્થળે ખસી જાય. SDM, TDO, SDRF અને પોલીસની ટીમો સતત ફિલ્ડ પર તૈનાત છે. કલેક્ટરે તમામ નાગરિકોને અતિ જરૂરિયાત ન હોય તો ઘરની બહાર ન નીકળવા, અફવાઓથી દૂર રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું કડક પાલન કરવા અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    નિરમા યુનિવર્સિટીમાં કારગિલ વિજય દિવસની ઉજવણી:શહીદ કેપ્ટન નિલેશ સોનીના પરિવારનું સન્માન, નવમી ગુજરાત NCC બટાલિયને ઉજવણી
    Next Article
    લોખંડનો ગેટ કૂદવા જતા સિંહ બાળ ફસાયું, VIDEO:વનવિભાગની ટીમે લોહીલુહાણ હાલતમાં રેસ્ક્યૂ કરી સક્કરબાગમાં સારવાર માટે ખસેડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment