Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં MY Bharat સમિતિની પ્રથમ બેઠક:યુવાનોને પોર્ટલ પર નોંધણી કરાવી રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક વિકાસ સાથે જોડવા પર ભાર

    16 hours ago

    વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિન વી. સાંગવાનના અધ્યક્ષસ્થાને મંગળવારે કલેક્ટર કચેરી ખાતે MY Bharat ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટી (MYB-DAC) અને MY Bharat ડિસ્ટ્રિક્ટ સમન્વય કમિટી (MYB-DSC)ની પ્રથમ સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વધુમાં વધુ યુવાનોને MY Bharat પોર્ટલ પર નોંધણી કરાવીને તેમને રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક વિકાસના કાર્યો સાથે સક્રિય રીતે જોડવા પર ભાર મૂકવામાં આવ્યો. બેઠક દરમિયાન MY Bharat મુખ્યાલયના માર્ગદર્શન મુજબ જિલ્લા સલાહકાર અને સમન્વય સમિતિની રચના, તેના હેતુઓ અને કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા થઈ. આ ઉપરાંત, તમામ શાળાઓ, કોલેજો, આઈટીઆઈ, પોલિટેકનિક અને યુનિવર્સિટીમાં MY Bharat નોડલ ઓફિસર તથા કેમ્પસ એમ્બેસેડરની નિમણૂક પ્રક્રિયાને ઝડપી બનાવવા સૂચનાઓ અપાઈ. સમિતિએ શાળાઓ, કોલેજો, ગ્રામ પંચાયતો, યુવા ક્લબો અને વિવિધ સરકારી વિભાગોના સંકલનથી યુવાનોને MY Bharatની પ્રવૃત્તિઓ સાથે જોડવાનો નિર્ણય લીધો. ગ્રીન વલસાડ, પ્લાસ્ટિક ફ્રી વલસાડ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સંરક્ષણ, આપદા વ્યવસ્થાપન, રક્તદાન અને રાષ્ટ્ર નિર્માણ સંબંધિત વિવિધ કાર્યક્રમોમાં જનભાગીદારી વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર નીતિન વી. સાંગવાને જણાવ્યું કે, સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, યુવા સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને MY Bharat સાથે જોડાયેલા સ્વયંસેવકો વચ્ચે અસરકારક સંકલન દ્વારા વધુમાં વધુ યુવાનોને સમાજસેવા સાથે જોડવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, યુવાનોની શક્તિ અને ક્ષમતાનો સકારાત્મક ઉપયોગ કરીને વલસાડને હરિત, સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બનાવવાનું લક્ષ્ય હાંસલ કરી શકાય છે. જિલ્લા યુવા અધિકારી આયુષ ચૌધરીએ MY Bharatના ઉદ્દેશ્યો, જિલ્લામાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ, આગામી કાર્યક્રમો અને વાર્ષિક કાર્યયોજના અંગે માહિતી આપી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પિસ્ટલ સાથે ભાવનગરનો શખ્સ ઝડપાયો:એસઓજી પોલીસે માણેકવાડીમાંથી દેશી બનાવટી પિસ્ટલ સાથે શખ્સને દબચ્યો
    Next Article
    ગાંધીનગર સ્પેશિયલ કોર્ટેનો હુકમ:ઉત્તરપ્રદેશના નરાધમને 20 વર્ષ કાળી કોટડીમાં ધકેલ્યો, 13 વર્ષની માસૂમ દીકરીનું જીવન બરબાદ કર્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment