Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર સ્પેશિયલ કોર્ટેનો હુકમ:ઉત્તરપ્રદેશના નરાધમને 20 વર્ષ કાળી કોટડીમાં ધકેલ્યો, 13 વર્ષની માસૂમ દીકરીનું જીવન બરબાદ કર્યું હતું

    15 hours ago

    સમાજમાં સગીર વયની દીકરીઓ સુરક્ષિત રહે અને આવા નરાધમોમાં કાયદાનો ભય જળવાઈ રહે તે દિશામાં ન્યાયતંત્રએ વધુ એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે. ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનની હદમાં બનેલી સગીરાના અપહરણ અને તેના પર થયેલા અત્યાચારની ગંભીર ઘટનામાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મુખ્ય ગુનેગાર અરુણ રમેશકુમાર રાવતને 20 વર્ષની સખત કેદની સજા આને 30 હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત પીડિત સગીરાને 4 લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. 13 અને 16 વર્ષની બે સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી હતી આ કેસની વિગતો મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના રામસ્નેહી ઘાટ તાલુકાના હાંસોર ગામનો અરુણ રમેશકુમાર રાવત ગાંધીનગરમાં રહેતો હતો. આ નરાધમે અને તેના એક મિત્રએ ફરિયાદીના ભાઈની માત્ર 13 વર્ષ અને 8 માસની દીકરી તેમજ તેમની 16 વર્ષ અને 3 માસની સગીર ભત્રીજીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપી સગીરાને તેના મિત્રની સોંપી દીધી બાદમાં ગત 26 એપ્રિલ 2024 ના રોજ સાંજના સાડા સાતથી આઠ વાગ્યાના અરસામાં અંધારાનો લાભ લઈને ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલા શાંતમ પાર્ટીપ્લોટ પાસેથી બંને સગીરાઓને લગ્નની લાલચો આપી અપહરણ કરી સુરત ભગાડી ગયા હતા. ત્યાં જઈને આરોપી અરુણે 16 વર્ષની સગીરાને તેના મિત્રની સોંપી દીધી હતી. 13 વર્ષની સગીરાને અલગ-અલગ જગ્યાએ ગોંધી રાખી જ્યારે પોતે 13 વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને અલગ-અલગ જગ્યાએ ગોંધી રાખી હતી. જેણે અઢી મહિના જેટલા લાંબા સમય સુધી સગીરાને સુરતના નવા ગામ ડિંડોલી વિસ્તારમાં તેમજ ઉત્તરપ્રદેશમાં આવેલા પોતાના વતનમાં રાખી હતી. આ નજરકેદ દરમિયાન આરોપીએ સગીરાની નાની ઉંમરનો ફાયદો ઉઠાવીને તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી અત્યાચાર ગુજાર્યો હતો. આ મામલે ભોગબનનાર દીકરીના ફોઈએ હિંમત દાખવીને તારીખ 30 એપ્રિલ 2024 ના રોજ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ ચકચારી કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી કોર્ટમાં સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ ધારદાર અને મજબૂત દલીલો રજૂ કરી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી અરુણ રમેશકુમાર રાવતને 20 વર્ષની સખત કેદની સજા તેમજ 30 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે ભોગબનનાર સગીરાના ભવિષ્ય અને પુનર્વસનને ધ્યાને રાખીને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માધ્યમથી રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં MY Bharat સમિતિની પ્રથમ બેઠક:યુવાનોને પોર્ટલ પર નોંધણી કરાવી રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક વિકાસ સાથે જોડવા પર ભાર
    Next Article
    B.Edના ટોપરને મળશે ગોલ્ડ મેડલ:વડતાલધામ સંસ્થાને સરદાર પટેલ યુનિવર્સિટીને 7,50,000 રૂપિયાનો ચેક અર્પણ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment