Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    B.Edના ટોપરને મળશે ગોલ્ડ મેડલ:વડતાલધામ સંસ્થાને સરદાર પટેલ યુનિવર્સિટીને 7,50,000 રૂપિયાનો ચેક અર્પણ કર્યો

    14 hours ago

    સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક સરાહનીય અને પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટીના બેચલર ઓફ એજ્યુકેશન (B.Ed. Gen) અભ્યાસક્રમની એક્સટર્નલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી પ્રશિક્ષણાર્થીને પ્રતિવર્ષ “વડતાલધામ શિક્ષાપત્રી ગોલ્ડ મેડલ” એનાયત કરવામાં આવશે. રૂપિયા 7,50,000 નું વિશેષ ભંડોળ અર્પણ કરાયું આ પવિત્ર અને શૈક્ષણિક કાર્ય માટે પંચાળા ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના દિવ્ય આશીર્વાદ સાથે વડતાલ સંસ્થાન દ્વારા એક વિશેષ ભંડોળ અર્પણ કરવામાં આવ્યું છે. વડતાલ સંસ્થાનના ચેરમેન શાસ્ત્રી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામીના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરંજનભાઈ પટેલને 7,50,000 (અંકે રૂપિયા સાડા સાત લાખ પુરા) નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ રાશીની ફિક્સ ડિપોઝિટ કરાવવામાં આવશે અને તેના વ્યાજમાંથી દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. શૈક્ષણિક જગતમાં ખુશીનો માહોલ વડતાલ સંસ્થાનના આ ભગીરથ કાર્યને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ અને સમગ્ર શૈક્ષણિક જગતે હૃદયપૂર્વક આવકાર્યું છે અને સંસ્થાનની આ ઉમદા ભાવના બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ મેડલ આગામી સમયમાં ભવિષ્યના ઉત્તમ શિક્ષકો બનવા જઈ રહેલા પ્રશિક્ષણાર્થીઓ માટે એક મોટું અને પ્રેરણાદાયી પ્રોત્સાહન પૂરું પાડશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર સ્પેશિયલ કોર્ટેનો હુકમ:ઉત્તરપ્રદેશના નરાધમને 20 વર્ષ કાળી કોટડીમાં ધકેલ્યો, 13 વર્ષની માસૂમ દીકરીનું જીવન બરબાદ કર્યું હતું
    Next Article
    ભાવનગરમાં પરાગ એપાર્ટમેન્ટના એક મકાનમાં આગ:બે ફાયર ફાઈટર દ્વારા કાબૂમાં લેવાઈ, કોઈ જાનહાનિ નહીં; આગ લાગવાનું કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment