Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુનિવર્સિટી ખાતે ‘My ભારત યુવા સંવાદ’ યોજાયો:યુવાશક્તિને યોગ્ય દિશા અને તક મળે તો તેઓ ભવિષ્યના વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ફાળો આપી શકે - કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

    9 घंटे पहले

    મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અને રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત’ની થીમ હેઠળ ‘માય ભારત યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન આજરોજ યુનિવર્સિટીના અટલ ઓડિટોરીયમ ખાતે કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાનું યુનિવર્સિટીના કુલપતિ ડો.ભરત બી. રામાનુજે સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓએ પણ તેમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ યુનિવર્સિટીના ખેલાડીઓ સાથે તેઓ દ્વારા પ્રાપ્ત કરાયેલી સિદ્ધિઓ અને તેમના અનુભવો અંગે સંવાદ કર્યો હતો. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, યુવાશક્તિ અને શ્રમશક્તિથી દેશ વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરશે. તેઓએ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રજૂ કરેલી વિકસિત ભારતની સંકલ્પના અંગે વિસ્તૃત માહિતી કર્યા. વધુમાં તેઓએ પ્રાચીન ભારતની વિરાસત, સંસ્કૃતિ અને ધરોહર સાથે વોટર હાર્વેસ્ટિંગ તથા સિટી પ્લાનિંગ જેવા વિષયો અંગે પણ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. તેમણે ધોળાવીરા, લોથલ સહિતની ઐતિહાસિક વિરાસતો અંગે માહિતી આપી હતી અને યુવાઓને દેશની ધરોહર તથા વિકાસની સંભાવનાઓ સાથે જોડાવા પ્રેરિત કર્યા હતા. ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે દરેક યુવાનોને એક સંકલ્પ સાથે આગળ વધવા અને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય યોગદાન આપવા કેન્દ્રીય મંત્રીએ પ્રેરણા આપી. ડો.મનસુખ માંડવિયાએ યુવાનોની ભૂમિકા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે દેશની મહત્તમ વસ્તી 35 વર્ષ કે તેથી ઓછી વયની છે આવી યુવાશક્તિને યોગ્ય દિશા અને તક મળે તો તેઓ ભવિષ્યના વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે તેમણે ‘My ભારત’ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી, કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અનુસ્નાતક તથા પીએચ.ડી.ના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. કાર્યક્રમના અધ્યક્ષીય સંબોધનમાં યુનિવર્સિટીના કુલપતિ ડો.ભરત બી. રામાનુજે જણાવ્યું હતું કે, “યુવા દેશની શક્તિ છે યુવાની માત્ર ઉંમર નથી, પરંતુ વિચાર, ઊર્જા અને પરિવર્તન લાવવાની ક્ષમતા છે, તેમણે વિદ્યાર્થીઓને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે શિક્ષણથી જ્ઞાન, સંસ્કારથી વિચાર અને સંકલ્પથી કાર્યશક્તિ પ્રાપ્ત કરી યોગ્ય દિશામાં આગળ વધે અને પોતાના વ્યક્તિત્વના વિકાસ સાથે રાષ્ટ્રના વિકાસમાં પણ સક્રિય ભાગીદાર બને, આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા નશામુક્તિ ના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા...
    Click here to Read More
    Previous Article
    વંથલી નગરપાલિકાનો પોતાની જ ભાજપ સરકાર સામે વિરોધ:​ઓઝતમાં રેતીની લીઝ અને બ્લોક સિસ્ટમ સામે વંથલી નગરપાલિકાના 19 સભ્યોનો વિરોધ,હાઇકોર્ટના દ્વાર ખટખટાવવા કર્યો ઠરાવ,કોંગ્રેસ નેતાએ કહ્યું ભાજપ સભ્યોના આર્થિક હિત સચવાયા નથી લાગતા..
    Next Article
    પાલનપુરમાં 4,000 વિદ્યાર્થીએ ‘ભારત કો જાનો’ પરીક્ષા આપી:ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખાએ 53 શાળામાં આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment