Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં 4,000 વિદ્યાર્થીએ ‘ભારત કો જાનો’ પરીક્ષા આપી:ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખાએ 53 શાળામાં આયોજન કર્યું

    8 hours ago

    ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા ‘ભારત કો જાનો’ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતના ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્ર વિશેનું જ્ઞાન વધારવાનો છે. પાલનપુર અને આસપાસની 53 પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના આશરે 4,000 વિદ્યાર્થીએ આ પરીક્ષા ઉત્સાહપૂર્વક આપી હતી. પરીક્ષાના લગભગ 20 થી 25 દિવસ અગાઉ વિદ્યાર્થીઓને ભારતના ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ અને અન્ય મહત્વપૂર્ણ વિષયોની માહિતી ધરાવતી અભ્યાસ પુસ્તિકા પૂરી પાડવામાં આવી હતી. આ પરીક્ષામાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની આગળ મૌખિક કસોટી લેવામાં આવશે. ત્યારબાદ પસંદગી પામનાર વિદ્યાર્થીઓને શાળા, પ્રાંત અને રાષ્ટ્રીય કક્ષાની ‘ભારત કો જાનો’ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમ સંયોજક પિયુષભાઈ જોષી તથા સહ-સંયોજકો પિયુષભાઈ અને ધીરજભાઈ દ્વારા શાળાઓ સાથે સતત સંકલન કરી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાખાના પ્રમુખ, મંત્રી, સભ્યો અને મહિલા સભ્યોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. ‘ભારત કો જાનો’ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારત પ્રત્યેની જાણકારી, જિજ્ઞાસા અને રાષ્ટ્રીય ભાવના વધે છે. આ સાથે તેમનું સામાન્ય જ્ઞાન પણ સુધરે છે. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે દેશના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડવાનું એક સુંદર માધ્યમ બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    યુનિવર્સિટી ખાતે ‘My ભારત યુવા સંવાદ’ યોજાયો:યુવાશક્તિને યોગ્ય દિશા અને તક મળે તો તેઓ ભવિષ્યના વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ફાળો આપી શકે - કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા
    Next Article
    अकाली दल करेगा महिला आरक्षण और परिसीमन बिल का समर्थन, भाजपा से गठबंधन का एक और संकेत

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment