Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MTV હોટેલ પાસે જાહેરાતનું બલૂન ફાટતાં 4 દાઝ્યા:સાતમા માળેથી પડી જતા યુવાનનું મોત, દોઢ લાખના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા

    7 hours ago

    રાજકોટના કાલાવડ રોડ પર એમટીવી હોટેલ પાસે 31 ઓક્ટોબરના દિવસે શનિવારે સાંજે નવરાત્રિના કાર્યક્રમની જાહેરાતનું બલૂન ચાર મજૂરો નીચે ઉતારી તેમાં હવા ભરતાં હતાં, ત્‍યારે તેમાં અચાનક બ્‍લાસ્‍ટ થયો હતો. આગ લાગતાં ચાર મજૂર મુકેશ ડાયાભાઇ ચુડાસમા (ઉં.વ.38), વિરસિંગ રામપ્રસાદ સિંગ (ઉં.વ.28), બીબલ ખુશરૂ કુશરો (ઉં.વ.30) અને બુધીયા લાલુભાઇ કુશરો (ઉં.વ.30) દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બનાવામાં દોઢ લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 2 શખસ ઝડપાયા છે, તો સાતમા માળેથી પડી જતા યુવાનનું મોત નિપજ્યુ છે. દોઢ લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા રાજકોટ SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે એરપોર્ટ રોડ ફાટકથી આગળ જૈન દેરાસર રોડ પર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી ઓટો રિક્ષા (નંબર જી.જે.23.ઝેડ. 6613)ને અટકાવી હતી. જેમાંથી માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી. ડ્રગ્સ)નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.1,49,900ની કિંમતનો 46.70 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો. આ સાથે જ રૂ.1,200ની રોકડ, રિક્ષા અને મોબાઇલ મળી રૂ.3,10,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે 34 વર્ષીય રિક્ષા ડ્રાઇવર સાહિલ ઉર્ફે જાડાબાપુ શફીભાઈ કાદરી અને મજૂરી કામ કરતા રૂમીન ઉર્ફે રૂમલો મયુદ્દીનભાઈ જુણેજાની ધરપકડ કરી હતી. યુવકનું સાતમા માળેથી નીચે પટકાતા મોત રાજકોટના પુનિત નગર રોડ પર વાવડી રાધે એવન્યુ સાઈડ પર રહેતો 30 વર્ષીય નાનેશ ટોલસિંઘ ભુરીયાનું શંકાસ્પદ કે અકસ્માતજનક સંજોગોમાં સાતમા માળેથી પડી જવાથી મોત નીપજ્યું છે. 2 નવેમ્બરના રોજ સવારના 11.30 વાગ્યાની આસપાસ નાનેશભાઈ પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન અચાનક સાતમા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેમને તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં ફરજ પર હાજર તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. ગાયત્રીનગરમાં વૃદ્ધાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું ગાયત્રીનગર શેરી નં.4/10માં રહેતાં 64 વર્ષીય ભાવનાબેન કિરીટભાઈ સાંચલા નામના વૃદ્ધાએ ગંભીર બિમારી અને માનસિક અસ્વસ્થતાથી કંટાળીને પોતાના જ ઘરે એસિડ પી લીધું હતું. આ આત્યંતિક પગલાથી પરિવારમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક ભાવનાબેનને સંતાનમાં બે પુત્રો છે અને તેમના પતિ હયાત નથી. પરિવારજનોના જણાવ્યા મુજબ, તેઓ લાંબા સમયથી માનસિક અસ્વસ્થતા અને ગંભીર બિમારીથી પીડાતા હતા. જેના કારણે કંટાળીને તેમણે આ દુઃખદ પગલું ભર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વડીયામાં PGVCLની નવી કચેરીનું ખાતમુહૂર્ત:₹1.18 કરોડના ખર્ચે નિર્માણ શરૂ, 19થી વધુ ગામોના 18,800 વીજ ગ્રાહકોને સેવા મળશે
    Next Article
    દરિયાઈ પ્રદૂષણ સામે માછીમારોનો અવાજ:માંગરોળમાં રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ; જેતપુરની કેમિકલ પાઈપલાઈન મુદ્દે સરકાર સમક્ષ ઉકેલની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment