Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરિયાઈ પ્રદૂષણ સામે માછીમારોનો અવાજ:માંગરોળમાં રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ; જેતપુરની કેમિકલ પાઈપલાઈન મુદ્દે સરકાર સમક્ષ ઉકેલની માગ

    10 hours ago

    માંગરોળ સ્થિત સોમનાથ ભવન ખાતે ભારત સરકારની માર્ગદર્શિકા હેઠળ ‘નેશનલ પ્લાન ઓફ એક્શન ફોર સ્મોલ સ્કેલ ફિશરીઝ’ અંતર્ગત એક વિશેષ રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયાઈ પર્યાવરણની જાળવણી અને નાના પાયાના પરંપરાગત માછીમારોના અધિકારો તેમજ આજીવિકાની સુરક્ષાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આગેવાનોએ પોતાના પ્રશ્નો અને સૂચનો અત્યંત ગંભીરતાપૂર્વક મૂક્યા હતા. બેટ દ્વારકાથી લઈને જાફરાબાદ સુધીના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારના પ્રતિનિધિઓએ આ મંચ પરથી ખાસ કરીને જેતપુરથી આવતી કેમિકલયુક્ત ઔદ્યોગિક કચરાની પાઈપલાઈનથી દરિયાઈ જીવસૃષ્ટિને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને દરિયાને પ્રદૂષણમુક્ત રાખવા માટે સરકાર સમક્ષ નમ્રપણે રજૂઆતો કરી હતી. 'છેવાડાના માછીમારોના અભિપ્રાયો નીતિઓમાં લેવાય તે જરૂરી' કાર્યક્રમ સંદર્ભે વિગતો આપતાં મહાવીર માછીમાર સહકારી મંડળીના પ્રમુખ દામોદર ચામુડીયાએ જણાવ્યું હતું કે ભારત સરકારના માર્ગદર્શન હેઠળ બીઓબીપી અને નેશનલ ટાસ્ક ફોર્સ દ્વારા માંગરોળ ખાતે આ મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં નાના પાયાના દરિયાઈ મત્સ્યોદ્યોગને ટકાઉ બનાવવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય કાર્ય યોજના ઘડાઈ રહી છે. સરકાર જ્યારે માછીમારો માટે નવી નીતિઓ અને યોજનાઓ તૈયાર કરતી હોય, ત્યારે છેવાડાના પરંપરાગત માછીમારોના સૂચનો તેમજ અભિપ્રાયો ધ્યાને લેવાય તે આવશ્યક છે. આજે આ બેઠકમાં સૌ આગેવાનોએ જેતપુરની પ્રદૂષિત પાણીની પાઈપલાઈન બાબતે ખૂબ જ મક્કમ અને યોગ્ય પદ્ધતિથી સરકાર સુધી પોતાની રજૂઆત પહોંચાડી છે, જેથી દરિયાઈ પર્યાવરણ સ્વચ્છ રહે અને લાખો પરિવારોની આજીવિકા લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે. ગુજરાતભરના 90થી વધુ બોટ માલિકો અને આગેવાનો જોડાયા બે ઓફ બંગાળ પ્રોગ્રામના પ્રતિનિધિ ડો. અનંત કુમારે જણાવ્યું હતું કે અમે ‘નેશનલ પ્લાન ઓફ એક્શન ફોર સિક્યોરિંગ સસ્ટેનેબલ સ્મોલ સ્કેલ ફિશરીઝ’ અંતર્ગત સમુદાય સ્તરે પરામર્શ કરી રહ્યા છીએ. આ રાષ્ટ્રીય કાર્યયોજનાનો મુખ્ય હેતુ નાના માછીમારોનો વિકાસ સાધવાની સાથે-સાથે મત્સ્ય સંસાધનોનું સુવ્યવસ્થિત સંચાલન કરવાનો છે. આજના પરામર્શમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ૮૦થી ૯૦થી વધુ બોટ માલિકો, આગેવાનો અને એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ યોજનાના છ મુખ્ય વિભાગો પર વિસ્તૃત ચર્ચા કરીને તમામ હિતધારકો પાસેથી મહત્વના ઇનપુટ્સ મેળવવામાં આવ્યા છે. 21 નવેમ્બરે વિશ્વ મત્સ્યોદ્યોગ દિવસે રાષ્ટ્રીય યોજના લોન્ચ થશે ડો. અનંત કુમારે વધુમાં ઉમેર્યું હતું કે હાલ જે ડ્રાફ્ટ પ્લાન તૈયાર થયો છે, તેમાં માછીમારોના મૂલ્યવાન સૂચનોનો સમાવેશ કરીને તેને વધુ પરિપૂર્ણ બનાવવામાં આવશે. ત્યારબાદ આગામી 21 નવેમ્બર 2026 ના રોજ વિશ્વ મત્સ્યોદ્યોગ દિવસ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા આ રાષ્ટ્રીય યોજના વિધિવત રીતે દેશ સમક્ષ લોન્ચ કરવામાં આવશે. ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને આ નીતિઓનો યોગ્ય અમલ કરશે, જેનાથી દરિયાઈ સંપત્તિનું સંતુલન જળવાશે અને માછીમાર સમાજ આર્થિક રીતે વધુ સદ્ધર બનશે.
    Click here to Read More
    Previous Article
    MTV હોટેલ પાસે જાહેરાતનું બલૂન ફાટતાં 4 દાઝ્યા:સાતમા માળેથી પડી જતા યુવાનનું મોત, દોઢ લાખના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા
    Next Article
    સુરેન્દ્રનગરમાં અધિકારીઓ-કર્મચારીઓએ ભ્રષ્ટાચારમુક્ત શાસનના શપથ લીધા:સતર્કતા જાગૃતિ સપ્તાહમાં કલેક્ટર અને જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment