Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડીયામાં PGVCLની નવી કચેરીનું ખાતમુહૂર્ત:₹1.18 કરોડના ખર્ચે નિર્માણ શરૂ, 19થી વધુ ગામોના 18,800 વીજ ગ્રાહકોને સેવા મળશે

    6 hours ago

    અમરેલી જિલ્લાના વડીયામાં PGVCLની નવી પેટા વિભાગીય કચેરીનું રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કચેરીના નિર્માણ પાછળ રૂ.1.18 કરોડનો ખર્ચ થશે. વર્ષ 1987માં બનેલી જૂની કચેરીની જગ્યાએ નવી કચેરી બનાવવામાં આવશે. તે વડીયા અને આસપાસના વિસ્તારના વીજ ગ્રાહકોને સેવા આપશે. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે નવી કચેરીથી 19થી વધુ ગામોના આશરે 18,800 વીજ ગ્રાહકોને લાભ મળશે. ગ્રાહકોની ફરિયાદોનો ઝડપી નિકાલ કરવામાં અને વીજસેવા સતત જાળવવામાં મદદ મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયતના હોદ્દેદાર તુષાર ગણાત્રા, હરેશ રાદડિયા, નયન ચૌહાણ અને રમણીક પાઘડાળ હાજર રહ્યા હતા. શૈલેષ ઠુંમર, રવજી ચુડાસમા, પ્રતિક હરખાણી અને પથ્થુ મોગલ સહિતના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. PGVCLના વડીયા પેટા વિભાગીય કચેરીના અધિકારીઓ એ.એસ. ચૌધરી અને સી.સી. ડામોર, અન્ય કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    Apple लाने वाला है सस्ता iPhone? खरीदना चाहते हैं तो जान लीजिए खासियत| Apple Iphone 18e |48mp Camera
    Next Article
    MTV હોટેલ પાસે જાહેરાતનું બલૂન ફાટતાં 4 દાઝ્યા:સાતમા માળેથી પડી જતા યુવાનનું મોત, દોઢ લાખના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment