Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં પોલીસના એમટી વિભાગમાં ભીષણ આગ::પોલીસના MT વિભાગમાં 18 થી વધુ જપ્ત કરેલા વાહનો રહસ્યમય આગ: 15 બાઈક, 2 રિક્ષા અને કાર સહિતનો મુદ્દામાલ ખાખ, 15 હજાર લિટર પાણીનો

    2 days ago

    ​જૂનાગઢ શહેરના પોલીસ વિભાગ હેઠળ આવતા એમટી સેક્શનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા અને મુદ્દામાલ તરીકે રખાયેલા વાહનોના જથ્થામાં આ આગ લાગી હતી.જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને અનેક લોકોએ આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ​આગની આ ઘટનામાં અંદાજે 18 થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, આગમાં બે રિક્ષા, એક ફોરવીલ કાર અને 15 થી વધુ બાઈક સંપૂર્ણપણે બળી ગયા છે. આ તમામ વાહનો પોલીસ દ્વારા વિવિધ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત જપ્ત કરીને એમટી વિભાગના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા હતા. આગ લાગતાની સાથે જ પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ​જૂનાગઢ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત 15,000 લિટર જેટલા પાણીનો મારો ચલાવીને મહામુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ફાયર ફાઈટરો પહોંચે તે પહેલા જ મોટાભાગના વાહનો આગની ઝપેટમાં આવી ચૂક્યા હતા. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. શોર્ટ સર્કિટને કારણે કે અન્ય કોઈ કારણસર આગ લાગી છે તે જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ​આ ગંભીર બનાવ અંગે જૂનાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. દેસાઈએ જણાવ્યું હતું કે, એમટી વિભાગમાં રાખવામાં આવેલા મુદ્દામાલના વાહનોમાં આગ લાગવાની જાણ થતા જ પોલીસ કાફલો પહોંચી ગયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ 18 થી વધુ નાના-મોટા વાહનોને નુકસાન થયું છે. આ મામલે જૂનાગઢ પોલીસે હાલ 'જાણવા જોગ' ફરિયાદ દાખલ કરી છે. આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે એફએસએલ ની મદદ લેવાય તેવી પણ શક્યતા છે અને પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હંસરાજ નગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, પરિવારના 5 સભ્યો દાઝ્યા:ધડાકો એટલો પ્રચંડ હતો કે ઘરના પતરાં હવામાં ઉડ્યા; કારણ જાણવા FSLની મદદ લેવાઈ
    Next Article
    ડાંગમાં 337 મતદાન મથકો માટે પોલિંગ ટીમો રવાના:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment