Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં કાચબાની મિજબાની માણતા ચાર ઝડપાયા:એરપોર્ટ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર વન વિભાગના દરોડા, શાક-ચપ્પુ સહિતના 5 પુરાવા કબજે કરી FSLમાં મોકલ્યા

    10 hours ago

    ભાવનગર ફોરેસ્ટ વિભાગે એરપોર્ટ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર પર કાચબાની મિજબાની માણતા ચાર પરપ્રાંતીય મજૂરોને ઝડપી પાડ્યા છે. ફોરેસ્ટ વિભાગે સ્થળ પરથી કાચબાનું તૈયાર કારાયેલું શાક અને અન્ય 4થી 5 જેટલા પુરાવા કબજે કરી FSL માટે મોકલી આપ્યા છે. બનાવ સંદર્ભે 4 પરપ્રાંતીયો સામે વન્યજીવન સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાચબાની મિજબાની માણતા ચાર પરપ્રાંતીય ઝડપાયા આ બનાવ અંગે ભાવનગર નોર્મલ રેન્જના આરએફઓ ભરત ગલાણીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બાતમીના આધારે ભાવનગર એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીની કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા ચાર પરપ્રાંતીય મજૂરો દુર્લભ પ્રજાતિના અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ શેડ્યુલ-1માં આવતા કાચબાનું ભોજન માણતા ઝડપાયા હતા. ફોરેસ્ટ વિભાગે એરપોર્ટ પરિસરમાં રેડ કરતા સ્થળ પરથી કાચબાનું તૈયાર કરાયેલું શાક, કાપકૂટ માટે વપારેયાલ ચપ્પુ સહિતના મહત્વના પુરાવા કબજે કર્યા છે. ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી પૂછપરછ શરૂ ફોરેસ્ટ વિભાગે 4થી 5 જેટલા અલગ અલગ સેમ્પલ એકત્રિત કરી FSLમાં મોકલી આપ્યા છે. ઘટનાને લઈ ફોરેસ્ટ અને એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી. તેમજ ચારેય પરપ્રાંતીયો મજૂરો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફોરેસ્ટ વિભાગ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેમને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં નેત્રમની મદદથી બે વસ્તુઓ પરત મળી:₹50,000નો iPhone અને અગત્યના દસ્તાવેજો ભરેલી બેગ માલિકોને પરત કરાઈ
    Next Article
    ગઢડામાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો:ત્રણ માસથી ફરાર અરવિંદ મકવાણા સિપાઈ સોસાયટી ચોરી કેસમાં પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment