Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો:ત્રણ માસથી ફરાર અરવિંદ મકવાણા સિપાઈ સોસાયટી ચોરી કેસમાં પકડાયો

    9 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ત્રણ માસથી નાસતો ફરતો ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાઈ ગયો છે. ગઢડા પોલીસે તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગઢડા શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ રહેતા અરવિંદ ઉર્ફે મુકેશ ભીખાભાઈ મકવાણાએ ગત 16 થી 19 માર્ચ, 2026 દરમિયાન ચોરી કરી હતી. તેણે ગઢડાની સિપાઈ સોસાયટી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતું. આરોપી મકવાણાએ મકાનમાંથી બોરમાં પાણી ખેંચવાની મોટર, કેબલ વાયર, પાઈપ અને સ્ટાર્ટર સહિતની કિંમતી સામગ્રીની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.આ બનાવ અંગે ગઢડા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સતત તપાસ અને ગુપ્ત બાતમીના આધારે પોલીસે ત્રણ માસથી ફરાર આરોપી અરવિંદ મકવાણાને ઝડપી પાડ્યો છે.હાલ પોલીસ દ્વારા આરોપીની વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં કાચબાની મિજબાની માણતા ચાર ઝડપાયા:એરપોર્ટ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર વન વિભાગના દરોડા, શાક-ચપ્પુ સહિતના 5 પુરાવા કબજે કરી FSLમાં મોકલ્યા
    Next Article
    બોટાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપના દિવસે પદ સંચાલન:શહેરના મુખ્ય માર્ગો પર પદ સંચાલન, કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment