Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં નેત્રમની મદદથી બે વસ્તુઓ પરત મળી:₹50,000નો iPhone અને અગત્યના દસ્તાવેજો ભરેલી બેગ માલિકોને પરત કરાઈ

    1 day ago

    સુરેન્દ્રનગર પોલીસે 'નેત્રમ' પ્રોજેક્ટ હેઠળ 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત બે કિસ્સાઓમાં ખોવાયેલી કિંમતી વસ્તુઓ તેમના મૂળ માલિકોને પરત કરી છે. આ કામગીરી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પ્રથમ ઘટના 23 જૂન, 2026ના રોજ બની હતી, જ્યારે સુરેન્દ્રનગરના વિઠ્ઠલપ્રેસ રોડ પર રહેતા નૈતિકભાઈ જિતેન્દ્રભાઈ શેઠનો ₹50,000ની કિંમતનો એપલ કંપનીનો મોબાઈલ ફોન પતરાવાળી ચોક નજીક પડી ગયો હતો. આ અંગે 'નેત્રમ'ને જાણ થતાં, સીસીટીવી ફૂટેજની મદદથી નૈતિકભાઈ ક્યારે પતરાવાળી ચોક ખાતે ગયા હતા અને ક્યાં મોબાઈલ ફોન પડ્યો હતો તે શોધી કાઢવામાં આવ્યું. એક અજાણ્યા મોટરસાયકલ ચાલકને આ ફોન મળ્યો હતો. પોલીસે મોટરસાયકલનો રજીસ્ટ્રેશન નંબર GJ-13-HH-3694 મેળવી, ચાલકનો સંપર્ક કર્યો અને નૈતિકભાઈને તેમનો ફોન પરત અપાવ્યો. બીજી ઘટના 26 જૂન, 2026ના રોજ બની હતી. ધ્રાંગધ્રાના દેવચરાડી ગામના ગિરિરાજસિંહ દીલીપસિંહ વાઘેલા સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડથી રીક્ષામાં બેસી જવાહર ચોક ઉતર્યા હતા. તેઓ પોતાની અસલ દસ્તાવેજો ભરેલી બેગ રીક્ષામાં જ ભૂલી ગયા હતા. 'નેત્રમ'ને આ અંગે જાણ થતાં, સીસીટીવી કેમેરાની મદદથી ગિરિરાજસિંહ જે રીક્ષામાં બેઠા હતા તેનો રજીસ્ટ્રેશન નંબર GJ-33-U-1937 ઓળખી કાઢવામાં આવ્યો. પોલીસે રીક્ષા ચાલકનો સંપર્ક કરી, સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી ગિરિરાજસિંહને તેમની દસ્તાવેજો ભરેલી બેગ પરત અપાવી. આ બંને કિસ્સાઓમાં પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાને પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિનું સન્માન કર્યું:ઈરાને કહ્યું- ઈસ્લામાબાદ કરાર અમેરિકાની હાર, અમે અમારી શરતો પર ડીલ કરી
    Next Article
    ભાવનગરમાં કાચબાની મિજબાની માણતા ચાર ઝડપાયા:એરપોર્ટ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર વન વિભાગના દરોડા, શાક-ચપ્પુ સહિતના 5 પુરાવા કબજે કરી FSLમાં મોકલ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment