Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSUમાં સોમવાર ' નો વ્હીકલ ડે ':ઇંધણ બચાવવા PMની અપીલને ધ્યાને લઇ યુનિવર્સિટીનો પરિપત્ર, નિર્ણયના પ્રથમ દિવસે VCએ ઈવી બાઈક પુલિંગ કર્યું તો રજિસ્ટ્રાર પગપાળા પહોંચ્યા

    12 hours ago

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણની બચત અને વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ઊર્જા વપરાશ ઘટાડવા માટે કરવામાં આવેલી ખાસ અપીલને ધ્યાનમાં રાખીને વડોદરાની ખ્યાતનામ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા એક પ્રશંસનીય અને પર્યાવરણલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કેમ્પસમાં દર સોમવારે ‘નો વ્હીકલ ડે’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નવી પહેલના પ્રથમ દિવસે જ યુનિવર્સિટી કેમ્પસમાં તેની વ્યાપક અને હકારાત્મક અસર જોવા મળી હતી. આ અભિયાનને સફળ બનાવવા અને અન્યો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવા માટે યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ પોતે જ આગળ આવ્યા હતા, જે કેમ્પસના અન્ય લોકો માટે પ્રોત્સાહક બન્યું હતું. ઉચ્ચ વહીવટી પદાધિકારીઓ ઇંધણ બચાવવા આગળ આવ્યા આ સોમવારે 'નો વ્હીકલ ડે'ના પ્રારંભિક દિવસે જ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભાણગે પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને ઇલેક્ટ્રિક બાઇક પુલિંગ દ્વારા કેમ્પસમાં આવી પહોંચ્યા હતા. જ્યારે બીજી તરફ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ પણ આ મુહીમમાં સક્રિય ભાગીદારી નોંધાવીને પોતાના ઘરેથી યુનિવર્સિટી સુધીનું અંતર પગપાળા કાપીને ઓફિસ પહોંચ્યા હતા. ઉચ્ચ વહીવટી પદાધિકારીઓ દ્વારા લેવાયેલા આ પ્રેરણાદાયી પગલાંને લીધે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ સ્વેચ્છાએ પોતાના ખાનગી વાહનો લાવવાનું ટાળ્યું હતું. આદેશ નહીં પણ અપીલ છે, સોમવારે બને તો પગપાળા આવો યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભાણગેએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન દ્વારા પેટ્રોલિયમ પેદાશો બચાવવા અંગે અપીલ કરવામાં આવી હતી. રાજ્યપાલ દ્વારા પણ લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે અમે પણ સોમવારને નો વ્હીકલ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આજે પ્રથમ સોમવાર છે મને લાગે છે કે આવતા સોમવારથી વધુ લોકો તેનું પાલન કરશે. આ આદેશ નથી પરંતુ અપીલ છે. નાનું યોગદાન પણ મિરેકલ સાબિત થશે યુનિવર્સીટીના રજિસ્ટ્રાર કે.એમ.ચુડાસમા પોતાના ઘરેથી પગપાળા આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, જો દરેક વ્યક્તિ પોતાનું કોઈક ને કોઈ યોગદાન આપે તો તે પણ મિરેકલ સાબિત થઇ શકે છે. દરેક સીટીઝન જો જોડાય તે તે કહું મોટું યોગદાન બની જશે. આ મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઇંધણના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો, વધતા જતા પ્રદૂષણને અટકાવવાનો અને ઈંધણ બચત અંગે સમાજમાં વ્યાપક જાગૃતિ ફેલાવવાનો છે. વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફને પણ અપીલ કરાઈ યુનિવર્સીટી દ્વારા અપીલ આવતા સોમવારથી તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને પણ વિહિકલનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર યુનિવર્સિટી પરિવારના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓને પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ તરફ સક્રિયપણે પ્રેરિત કરવાનો એક મોટો ઉદ્દેશ્ય પણ આ આયોજન પાછળ રહેલો છે. આવી વૈશ્વિક કટોકટીના સમયે સ્થાનિક સ્તરે લેવાયેલા આ નાના પગલાં ભવિષ્યમાં ખૂબ મોટું અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તેવી આશા સેવાઈ રહી છે. આ પર્યાવરણલક્ષી મોહીમ અંતર્ગત યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓ, સંશોધકો અને કર્મચારીઓને દર સોમવારે કેમ્પસમાં પોતાના ખાનગી પેટ્રોલ-ડીઝલ સંચાલિત વાહનો લાવવાનું ટાળવા માટે સત્તાવાર અનુરોધ કરવામાં આવ્યો છે. તેના બદલે, કેમ્પસમાં આવવા-જવા માટે શક્ય હોય ત્યાં સુધી સાઇકલનો ઉપયોગ કરવા, નજીકના અંતરેથી પગપાળા ચાલવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જાહેર પરિવહન સેવાઓનો લાભ લેવા અથવા તો એક જ વિસ્તારમાંથી આવતા સાથીદારો સાથે મળીને કારપૂલિંગ કે બાઇકપૂલિંગનો વિકલ્પ અપનાવવા જણાવાયું છે. MSU દ્વારા શરૂ કરાયેલી આ ગ્રીન કેમ્પસ પહેલ આગામી સમયમાં અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ એક આદર્શ ઉદાહરણ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં શિવ કથા નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો:શિવ કુમારી વિદ્યાલયના લાભાર્થે મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટ્યા
    Next Article
    વારેડામાં પાંચ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ:જમીન માલિકના અવસાન બાદ કબજો ન છોડતા ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment