Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વારેડામાં પાંચ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ:જમીન માલિકના અવસાન બાદ કબજો ન છોડતા ગુનો દાખલ

    11 hours ago

    સરસ્વતી તાલુકાના વારેડા ગામની સીમમાં કરોડોની કિંમતની ખેતીલાયક જમીન પચાવી પાડવા બદલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ છે. સુજનીપુર ગામના સાકરબેન ઠાકોરે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સાકરબેનના પતિ અમૃતજી ઠાકોરે વર્ષ 2011માં વારેડા ગામે સર્વે નંબર 245 (જુનો સર્વે નંબર 97) વાળી 2-26-74 હેક્ટર જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ જમીન તેમણે ગામના નાગજી રામચંદજી ઠાકોર, મદારજી રામચંદજી ઠાકોર, કુંવરજી રામચંદજી ઠાકોર, વિરમજી રામચંદજી ઠાકોર અને બાલાજી રામચંદજી ઠાકોરને ભાગેથી વાવવા માટે આપી હતી. વર્ષ 2021માં જમીન માલિક અમૃતજી ઠાકોરનું અવસાન થતાં, સાકરબેન અને તેમના સંતાનોએ જમીનનો કબજો ખાલી કરવા જણાવ્યું હતું. જોકે, સામેવાળા વ્યક્તિઓએ જમીન ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો. આ શખ્સોએ અગાઉ પાટણ અને સરસ્વતી કોર્ટમાં જમીનનો વેચાણ દસ્તાવેજ રદ કરવા દાવો કર્યો હતો, જે 04/09/2019ના રોજ કોર્ટે ના મંજૂર કર્યો હતો. કાયદાકીય લડત બાદ અરજદારે પાટણ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ઓનલાઈન અરજી કરી હતી. જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિની તપાસમાં જમીન પર ગેરકાયદેસર દબાણ હોવાનું સાબિત થયું હતું. આથી, કલેક્ટર દ્વારા 16/12/2025ના રોજ સામેવાળા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવા હુકમ કરવામાં આવ્યો હતો. મામલતદાર સરસ્વતી દ્વારા જમીન ખાલી કરવાની નોટિસ આપવા છતાં નિયત સમયમાં કબજો ન સોંપતા, આખરે પાંચેય શખ્સો વિરુદ્ધ સરસ્વતી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    MSUમાં સોમવાર ' નો વ્હીકલ ડે ':ઇંધણ બચાવવા PMની અપીલને ધ્યાને લઇ યુનિવર્સિટીનો પરિપત્ર, નિર્ણયના પ્રથમ દિવસે VCએ ઈવી બાઈક પુલિંગ કર્યું તો રજિસ્ટ્રાર પગપાળા પહોંચ્યા
    Next Article
    Panchmahal Check Dam Controversy News | ગોધરાના નવા ચેકડેમને લઈને વિવાદ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment