Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'MSUની લો ફેકલ્ટીની બેઠકોમાં વધારો કરો':NSUIએ આવેદનપત્ર પાઠવી બેઠકોની સંખ્યા 240થી વધારીને 500 કરવા માગ કરી

    1 week ago

    મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લૉ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા બેઠકો વધારવાની માંગ સાથે આજે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે મેનેજમેન્ટ હાય…હાયના નારા લગાવી બેઠકો વધારવાની માંગ કરી હતી, જો બેઠકોમાં વધારો નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. NSUI દ્વારા બે વર્ષથી બેઠકો વધારવાની રજૂઆત આ અંગે NSUIના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, લૉ ફેકલ્ટીમાં હાલ માત્ર 240 બેઠકો છે, જેની સામે દર વર્ષે 1000 થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપે છે. આથી, છેલ્લા બે વર્ષથી સંગઠન દ્વારા ફેકલ્ટીના ડીન સમક્ષ બેઠકો વધારવા રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ તેમના તરફથી કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ગત વખતે પણ જ્યારે બેઠકો વધારવાની માંગ કરવામાં આવી ત્યારે સત્તાધીશો દ્વારા સેલ્ફ-ફાઇનાન્સ લૉ કોર્સમાં બેઠકો વધારવાની વાત કરી વિદ્યાર્થીઓને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટી વહીવટીતંત્ર શા માટે માત્ર સેલ્ફ-ફાઇનાન્સ કોર્સમાં જ બેઠકો વધારવા ઉત્સુક છે, શું તેઓ વિદ્યાર્થીઓ પાસેથી વધુ કમાણી કરવા માંગે છે? લૉ ફેકલ્ટી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવતી પ્રતિષ્ઠિત સંસ્થા હોવા છતાં ત્યાં બેઠકોની સંખ્યા આટલી મર્યાદિત હોવી એ ચિંતાજનક બાબત છે. બેઠકોની સંખ્યાની 240થી વધારીને 500 કરવા માગ વધુમાં કહ્યું કે, સંગઠને માંગ કરી છે કે 240 બેઠકો વધારીને 500 કરવામાં આવે, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ કાયદાનો અભ્યાસ કરી શકે. જ્યાં સુધી લૉ ફેકલ્ટીમાં બેઠકોનો વધારો કરવામાં નહીં આવે, ત્યાં સુધી NSUI દ્વારા ફેકલ્ટી ખાતે દરરોજ સતત આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં મહાવીર ગ્રૂપ દ્વારા છાશ વિતરણ:22 દિવસથી દરરોજ 150 લીટર ઠંડી છાશ અપાય છે
    Next Article
    નવસારીના ઢેલતલાવડીમાં પાણી મુદ્દે શ્રમિકોનો મનપા પર હલ્લાબોલ:નવી લાઇનના ખોદકામ બાદ પાણી સાવ બંધ થતાં સ્થાનિકોનો આક્રોશ; વોટર વર્ક્સના ડે. એન્જિનિયરે આશ્વાસન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment