Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના ઢેલતલાવડીમાં પાણી મુદ્દે શ્રમિકોનો મનપા પર હલ્લાબોલ:નવી લાઇનના ખોદકામ બાદ પાણી સાવ બંધ થતાં સ્થાનિકોનો આક્રોશ; વોટર વર્ક્સના ડે. એન્જિનિયરે આશ્વાસન આપ્યું

    1 सप्ताह पहले

    નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલા કબીલપોર ઝોનના ઢેલતલાવડી વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી લો-પ્રેશર અને અનિયમિત પાણી પુરવઠાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ પ્રશ્ન ઉકેલવામાં નવસારી મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ જતાં સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. આજે કોંગ્રેસ આગેવાનની આગેવાનીમાં 25થી વધુ મહિલાઓ અને પુરુષોએ મહાનગરપાલિકા કચેરી ખાતે દોડી જઈને વોટર વર્ક્સ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર રાજેશ ગાંધીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. રોજગારી છોડીને પાણી માટે ભટકવા મજબૂર બનતા શ્રમિકો આ વિસ્તારની મોટાભાગની મહિલાઓ શ્રમિક વર્ગમાંથી આવે છે અને દૈનિક રોજગારી માટે બહાર જાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સવારના સમયે માત્ર 15થી 20 મિનિટ જ પાણી આવે છે અને તે પણ એટલા ધીમા દબાણથી કે દૈનિક જરૂરિયાત જેટલો પુરવઠો પણ ભરી શકાતો નથી. મર્યાદિત સમય અને લો-પ્રેશરને કારણે શ્રમિક પરિવારોની દિનચર્યા ખોરવાઈ ગઈ છે અને તેમણે રોજગારી છોડીને પાણી માટે ભટકવું પડે છે. નવી લાઇનના ખોદકામ બાદ સ્થિતિ વધુ વણસી સ્થાનિક રહીશ સોનલબેન પટેલે તંત્ર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, "અહીં કેટલાય મહિનાઓથી પાણીની વિકટ સમસ્યા છે. જ્યારે પણ જવાબદાર કર્મચારી પરેશ પાસે જઈએ છીએ, ત્યારે તેઓ માત્ર ખોટા વાયદા જ આપે છે અને ફોન પણ કાપી નાખે છે. રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. પંચાયત દ્વારા અમને જાતે નવી લાઇન નખાવવાનું કહેવામાં આવે છે, પરંતુ શ્રમિક વર્ગ પાસે આટલા પૈસા ક્યાંથી હોય? જ્યારથી નવી લાઇન માટે ખોદકામ થયું છે, ત્યારથી પાણી સાવ બંધ થઈ ગયું છે. કપડાં ધોવા અને પીવાના પાણી માટે અમારે વલખાં મારવા પડે છે." કરોડોનું બજેટ પણ આયોજન શૂન્ય: વિપક્ષનો પ્રહાર કોંગ્રેસ આગેવાન પિયુષ ઢીમ્મરે પાલિકાના વહીવટ પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, "વોર્ડ નંબર-6ના કાલિયાવાડીના ઢેલતલાવડી વિસ્તારમાં માત્ર 15થી 20 મિનિટ જ સાવ ધીમી ગતિએ પાણી આપવામાં આવે છે. ચૂંટણી વખતે અને ચૂંટણી પછી પણ લોકોની આ જ ફરિયાદ રહી છે. પાલિકા કરોડો રૂપિયાનું બજેટ તો બહાર પાડે છે, પરંતુ યોગ્ય વોટર મેનેજમેન્ટનું આયોજન કરવામાં તંત્ર સાવ ઊણું ઉતર્યું છે." મહાનગરપાલિકાનું આગામી આયોજન અને તંત્રનો પક્ષ રહીશોના આક્રોશ અને આવેદનપત્ર બાદ વોટર વર્ક્સ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે, કબીલપોર ઢેલતલાવડી વિસ્તારના રહીશોની ફરિયાદ અંગે કબીલપોર ઝોનના સંબંધિત સુપરવાઇઝરને તાકીદે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. સમસ્યાના નિવારણ માટે પાલિકાએ વિવિધ આયોજન હાથ ધર્યું છે: સમયમાં વધારો: હાલમાં અપાતા પાણી પુરવઠાના સમયમાં 15થી 20 મિનિટ અથવા અડધા કલાક જેટલો વધારો કરીને રાહત અપાશે. સ્થળ તપાસ: સાઇટ એન્જિનિયર આજે જ રૂબરૂ જઈને સ્થળની સ્થિતિની તપાસ કરશે. નવી પાઇપલાઇન: જો તપાસ દરમિયાન જૂની લાઇનને કારણે મુશ્કેલી જણાશે, તો તેને બદલીને તાત્કાલિક નવી પાઇપલાઇન નાખવામાં આવશે જેથી રહીશોને પૂરતો પુરવઠો મળી રહે.
    Click here to Read More
    Previous Article
    'MSUની લો ફેકલ્ટીની બેઠકોમાં વધારો કરો':NSUIએ આવેદનપત્ર પાઠવી બેઠકોની સંખ્યા 240થી વધારીને 500 કરવા માગ કરી
    Next Article
    Bhavnagar Political News | રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આભાર દર્શન કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment