Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSU કોમર્સ ફેકલ્ટીમાં ‘અર્થરંગ 2026’ નો બીજો દિવસ:સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત, વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

    3 days ago

    મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીમાં ‘અર્થરંગ 2026’ ફેસ્ટના બીજા દિવસે વિવિધ સાંસ્કૃતિક અને સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે કેમ્પસમાં આનંદનો માહોલ છવાયો હતો. આ દિવસે ઝુંબા ડાન્સ, ટ્રેઝર હન્ટ, ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ (સોલો), ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વોકલ સોલો/ડ્યુએટ, શોર્ટ ફિલ્મ મેકિંગ, રીલ્સ મેકિંગ, ફોટોગ્રાફી અને કલ્ચરલ ડાન્સ (સોલો/ગ્રુપ) જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.દિવસની શરૂઆત ઝુંબા ડાન્સથી થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લઈ સમગ્ર કેમ્પસને ઉર્જાથી ભરી દીધું હતું. ટ્રેઝર હન્ટ સ્પર્ધામાં ટીમોએ વિવિધ ક્લૂઝ શોધી પોતાની બુદ્ધિશક્તિ અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં ત્રણ ટીમો વિજેતા બની હતી, જેને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મળ્યું હતું.ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ અને ક્લાસિકલ મ્યુઝિક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી. જ્યારે શોર્ટ ફિલ્મ મેકિંગ, રીલ્સ મેકિંગ અને ફોટોગ્રાફી જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને ટેકનિકલ કુશળતા દર્શાવી હતી.દિવસના અંતે યોજાયેલી કલ્ચરલ ડાન્સ (સોલો અને ગ્રુપ) સ્પર્ધાએ વાતાવરણને વધુ રંગીન અને ઉત્સાહભર્યું બનાવ્યું હતું. વિવિધ પ્રકારના ડાન્સ પરફોર્મન્સે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પાંચ વર્ષ પછી આવા ફેસ્ટનું આયોજન થવાથી તેઓ ખુશ છે અને તેમને પોતાની પ્રતિભા રજૂ કરવાની અનોખી તક મળી છે.
    Click here to Read More
    Previous Article
    ઈટાલિયાએ સંઘવીને 8 પાસનો ટોણો માર્યો:રાજકોટ મેયરે સ્વીકાર્યો ભાજપનો આંતરિક વિખવાદ, ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો
    Next Article
    સુરત મનપામાં એકસાથે 2700થી વધુ જગ્યાઓ પર મેગા ભરતી:1 એપ્રિલથી શહેરના તમામ સિનિયર સિટીઝનો સીટી બસ અને BRTSમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે, ડુમસમાં દોડશે AC ડબલ ડેકર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment