Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપામાં એકસાથે 2700થી વધુ જગ્યાઓ પર મેગા ભરતી:1 એપ્રિલથી શહેરના તમામ સિનિયર સિટીઝનો સીટી બસ અને BRTSમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે, ડુમસમાં દોડશે AC ડબલ ડેકર

    3 days ago

    સુરત મહાનગરપાલિકાએ શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે એકસાથે ત્રણ મોટા નિર્ણયો લીધા છે. એકતરફ બેરોજગાર યુવાનો માટે પાલિકામાં નોકરીના દ્વાર ખુલ્યા છે તો બીજી તરફ પરિવહન સેવાને વધુ હાઈટેક અને પારદર્શક બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 1લી એપ્રિલથી વડીલો માટે મફત મુસાફરી અને ડુમસના દરિયાકિનારે પ્રવાસીઓ માટે ડબલ ડેકર બસના આકર્ષણ સાથે સુરતની રોનક બદલાશે. 45 કેડરની 2700થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ સુરત મહાનગરપાલિકામાં નોકરીની રાહ જોતા બેરોજગાર યુવાનો માટે વર્ષ 2026ની સૌથી મોટી ભેટ આવી છે. મેહકમ વિભાગ દ્વારા વિવિધ 45 કેડરની 2700થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ક્લાર્કની 717, ડ્રાઈવરની 444 અને માર્શલની 323 જેવી મહત્વની પોસ્ટનો સમાવેશ થાય છે. આ ભરતીમાં માત્ર સીધી ભરતી જ નહીં પણ વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓ માટે બઢતીની લોટરી પણ લાગી છે. સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જેવી જગ્યાઓ ખાતાકીય પરીક્ષા દ્વારા ભરાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો માર્ચ, 2026 દરમિયાન પાલિકાની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે, જેમાં સરકારના નિયમ મુજબ અનામતનો લાભ પણ મળશે. ટિકિટ ચોરી રોકવા 'બેંચ માર્કિંગ' અને વડીલોને ફ્રી મુસાફરીની ભેટ સુરત સીટીલિંક લિમિટેડ દ્વારા પરિવહન સેવામાં થતી આવકનું ગાબડું રોકવા માટે આક્રમક 'બેંચ માર્કિંગ એક્ટિવિટી' શરૂ કરાઈ છે. હવે શહેરના દરેક રૂટની બસમાં સવારથી રાત સુધી વિજીલન્સ અને માર્શલની ટીમો દ્વારા 100% ટિકિટ ચેકિંગ કરવામાં આવશે, જેથી ભાડાની ચોરી અટકાવી શકાય. બીજી તરફ, વડીલો માટે આનંદના સમાચાર એ છે કે 1લી એપ્રિલ 2026 થી તમામ સિનિયર સિટીઝનો સીટી બસ અને BRTSમાં તદ્દન મફત મુસાફરી કરી શકશે. આ સુવિધા માટે શહેરમાં નવા 9 ડિસ્કાઉન્ટ સેન્ટરો શરૂ કરાયા છે અને અત્યાર સુધીમાં 62 હજારથી વધુ વડીલોએ પોતાના પાસ ઇસ્યુ કરાવી લીધા છે. ડુમસ સી-ફેઝ પર લંડન જેવો અહેસાસ સુરતીઓના માનીતા પિકનિક ડેસ્ટિનેશન ડુમસ સી-ફેઝના લોકાર્પણ બાદ હવે પ્રવાસીઓ માટે પાલિકાએ ખાસ આકર્ષણ ઉમેર્યું છે. સ્થાયી સમિતિએ બે નવી ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. ચેન્નાઈની કંપની પાસેથી ખરીદવામાં આવનારી આ હાઈટેક બસો અઠવાથી ડુમસ સી-ફેઝ વચ્ચે દોડશે. મુલાકાતીઓ બસના ઉપરના માળે બેસીને દરિયાકિનારાના સુંદર નજારા સાથે ઠંડી હવામાં સવારીનો આનંદ માણી શકશે. આમ, સુરત પાલિકા એકતરફ રોજગારી આપી રહી છે તો બીજી તરફ પરિવહન સેવાને અત્યાધુનિક બનાવીને શહેરીજનોની સુવિધામાં વધારો કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    MSU કોમર્સ ફેકલ્ટીમાં ‘અર્થરંગ 2026’ નો બીજો દિવસ:સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત, વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો
    Next Article
    પ્લાસ્ટિક દાણાના વેપારીનું 2.50 લાખ માટે ફિલ્મી ઢબે અપહરણ:ધંધાના બાકી નીકળતા પૈસાની ઉઘરાણી બાબતે વિવાદ ચાલતો હતો, પોલીસે વ્યારા ટોલનાકા પરથી 5ને દબોચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment