Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસરુચિ બદલાયા હોવાથી નવા કોર્સ દાખલ કર્યા:MSUમાં એઆઈ, હિલિંગ સહિત 13 નવા કોર્સ, જેમાં કોઈએ પ્રવેશ જ ન લીધો તેવા જૂના કોર્સ બંધ

    1 day ago

    એમ.એસ. યુનિવર્સિટીના ‘સેન્ટર ફોર લાઇફલોંગ લર્નિંગ એન્ડ એક્સટેન્શન’માં આ વર્ષથી 13 નવા કોર્સિસ પહેલીવાર દાખલ કરવામાં આવ્યા છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના 2 કોર્સ ઉપરાંત હિલિંગ અને મોર્ડન હોમ ઇન્ટિરિયર્સના કોર્સનો સમાવેશ થાય છે. આ કોર્સીસ સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે, જેથી નોકરી વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ જોડાઈ શકે. નોકરિયાતો, વ્યાવસાયિકો અને વધારાનું કૌશલ્ય શીખવા માગતા વિદ્યાર્થીઓ માટે આ કોર્સીસ ખૂબ ઉપયોગી છે. આ તમામ કોર્સનો સમયગાળો 30 દિવસથી લઈને 1 વર્ષ સુધીનો છે. હાલમાં આ નવા કોર્સીસમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ફેશન ડિઝાઇનિંગ, વાસ્તુશાસ્ત્ર અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ મેનેજમેન્ટના કોર્સ પણ ઘણા ઉપયોગી હોવાથી તેમાં વર્ષોથી વિદ્યાર્થીઓનો ભારે ધસારો રહે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી જે કોર્સીસમાં એક પણ વિદ્યાર્થી પ્રવેશ લેવા નહોતો આવતો, તેવા સંખ્યાબંધ જૂના કોર્સિસ આ સેન્ટરે બંધ કરી દીધા છે. કોઇપણ ગ્રેજ્યુએટ હોસ્પિટલ મેનેજમેન્ટમાં પ્રવેશ માટે લાયક આજકાલ હોસ્પિટલોમાં સુચારુ વહીવટના જાણકારો અને કામ કરી શકે તેવા કર્મચારીઓની જરૂર પડવા માંડી છે. આ સેન્ટરમાં હોસ્પિટલ મેનેજમેન્ટનો પણ 1 વર્ષનો કોર્સ છે. આ કોર્સમાં કોઇ પણ વિદ્યાશાખામાં અભ્યાસ કરતો ગ્રેજ્યુએટ એડમિશન મેળવી શકે છે. જોકે હાલમાં આ કોર્સમાં હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીઓ જ જોડાય છે. આ કોર્સની 35થી 40 બેઠકો છે. આ તમામ કોર્સની ફી રૂ. 2 હજારથી 6 હજાર જેટલી છે. જ્યારે એઆઇના કોર્સ 15 દિવસ અને 30 દિવસના છે. વયોવૃદ્ધ વડીલનું ધ્યાન રાખવા કે વિદેશમાં નોકરી માટે જતા નર્સિંગ કોર્સ ભણેલા માટે પણ એલ્ડર્લી કેરનો કોર્સ ઉપયોગી છે. રસરુચિ બદલાયા હોવાથી નવા કોર્સ દાખલ કર્યા હાલમાં લોકોના રસરૂચિ બદલાયા છે. જેના લીધે કેટલાક નવા કોર્સિસ શરૂ કરવાની જરૂરિયાત ઊભી થઇ છે. તેને ધ્યાનમાં લઇને આ કોર્સીસ શરૂ કરાયા છે. ખાસ કરીને એઆઇના,સિનિયર સિટિઝન્સની સારસંભાળનો, હિલિંગ તથા અંડર સ્ટેન્ડિંગ ન્યૂટ્રિશન ફોર હેલ્થના કોર્સિસ આ પૈકીના એક કોર્સ છે. > શિલ્પા કાપડિયા, પ્રોગ્રામ ઓફિસર. સોશિયલ મીડિયા કેમ્પેઇન માટે પણ એઆઇ કોર્સ ઉપયોગી એઆઇ કોર્સના ટ્રેનર પાર્થ ઇંગ્રેજી કહે છે કે, સોશિયલ મીડિયા કેમ્પેઇન કે માઇક્રોસોફ્ટના ટૂલ સાથે કો-પાઇલટ કે માર્કેટિંગ, લેટર ડ્રાફ્ટિંગ માટે એઆઇનો ઉપયોગી થાય છે. તેને ધ્યાનમાં રાખીને આ કોર્સને ડિઝાઇન કરાયો છે. આ ઉપરાંત, સ્ટોક એક્સચેન્જ, લેટર ડ્રાફ્ટિંગ અને એક્સેલનો ઉપયોગ કેવીરીતે કરવો તે પણ આ કોર્સમાં આવરી લેવાયું છે.
    Click here to Read More
    Previous Article
    પાદરા-વડોદરા પર થતા ટ્રાફિકજામની સમસ્યા ઠેરની ઠેર:વડોદરાનું ગટરનું પાણી સોખડામાં ભરાતા નવું નાળુ બનાવવાની જિલ્લા સંકલનમાં રજૂઆત
    Next Article
    સિટી એન્કર:વડસર બ્રિજ પર કારમાં આગ,ચાલકને અડધો કિમી હંકાર્યા બાદ સાંઇ ચોકડી પાસે લોકોએ જાણ કરી, 30 સેકન્ડમાં ઊતરતાં આબાદ બચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment