Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાદરા-વડોદરા પર થતા ટ્રાફિકજામની સમસ્યા ઠેરની ઠેર:વડોદરાનું ગટરનું પાણી સોખડામાં ભરાતા નવું નાળુ બનાવવાની જિલ્લા સંકલનમાં રજૂઆત

    एक दिन पहले

    વડોદરા કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યો દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી, ડહોળા પાણીની સમસ્યાં, તેમજ કોટંબી અને જરોદ વચ્ચેના રોડ પર જીઈબી દ્વારા હાઈટેન્શન લાઈનના થાંભલા ઉભા કરી દેવાયા હોવાની રજૂઆતો કરી હતી. જ્યારે કેટલીક સમસ્યાઓનો હજુ પણ કોઈ નિકાલ ન આવ્યો હોવાનું જોવા મળ્યું હતું. જ્યારે પાદરા-વડોદરા રોડ પર ટ્રાફિકની સમસ્યાં હજુ પણ યથાવત હોવાની રજૂઆત કરાઈ છે. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અનગઢ ગામની અંદર ડહોળું પાણી આવે છે. આ ગામમાં ફ્રેન્ચવેલ બનાવવાની માગણી હતી તે હજુ સુધી પુરી થઈ નથી. કોટંબી અને જરોદ વચ્ચેના રોડ પર જીઈબીએ હાઈટેન્શન લાઈનના થાંભલા ઉભા કરી દેતા વિદ્યાર્થીઓને હાઈવે પસાર કરીને જવુ પડી રહ્યું છે. વરસાદી કાંસની સફાઈ અંગે પણ પ્રશ્નો હતા તે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સંકલનની બેઠકમાં મુખ્ય પ્રશ્નોમાં વડોદરાનું ગટરનું પાણી સોખડામાં આવે છે. સોખડા પાસે આ ગટરનું પાણી વરસાદી પાણીમાં મિક્ષ થઈને ભરાઈ રહે છે. જેથી નવું નાળુ બનાવવા આયોજન કરવા જણાવ્યું છે. પાદરા પાસેના ગામમાં મોબાઈલ નેટવર્ક આવતું ન હોવાથી સર્વે કરીને જે તે એજન્સીને દરખાસ્ત કરવા જણાવ્યું છે. જ્યારે પાદરા-જંબુસર રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે આયોજન કરાયું નથી. રોડની બંને બાજુ જગ્યા પર વરસાદી પાણીના નિકાલ માટે જણાવ્યું છે. જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક કરાઈ હતી જેમાં પાદરા તાલુકાના રણુ ગામ સ્થિત તુળજા માતાજીના મંદિર ખાતે તળાવના ડેવલોપમેન્ટ ખાતે કામ મંજૂર થયેલા છે. જે કામ શરૂ થશે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ જિલ્લા સંકલન સમિતિ બેઠકમાં 17 જેટલા પ્રજાલક્ષી મુદ્દાઓની રજૂઆત કરી હતી. જેમાં ડભોઇ તાલુકાના સેગુવાડા ગામે કડિયાપુરા માઇનોર કેનાલ પર ખાનગી બિલ્ડર દ્વારા ‘બેતૂન નૂર’ અને ‘મરહબા’ નામની સાઈટ પાડી, પાઇપ લાઈન નાખી કેનાલનું પૂરાણ કરી પ્લોટ વેચવામાં આવી રહ્યા છે. આ અંગે SSNL વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ શું પગલાં લેવાયા? આ ઉપરાંત વડોદરા તાલુકાના મારેઠા ગામે 65 નવીન આવાસ મંજૂર થયેલ છે. ઘર વિહોણા લોકો જે ખેતરના પ્લોટ પર વસવાટ કરે છે તેની આકારણી કરી વેરો વસૂલાય છે, પરંતુ તેને‘ગામતળ’ નીમ કરેલ ન હોવાથી આવાસ મંજુર હોવા છતાં કાર્યવાહી થતી નથી. સહિતની મહત્વની રજૂઆત કરાઈ હતી. પાદરા-વડોદરા પર થતા ટ્રાફિકજામની સમસ્યા ઠેરની ઠેર પાદરા-વડોદરા રોડ પર ભાયલી પાસે બાબા મારબલ તેમજ નવો એક્સપ્રેસ વે પાસે બે પોઈન્ટ પર ટ્રાફિક જામ થાય છે. નવા એક્સપ્રેસ વે પર ચઢવા અને ઉતરવા માટે રોડ પહોડો કરવા જણાવ્યું છે. જ્યારે બાબા મારબલ પાસે જે ટ્રાફિક જામ થાય છે તે વીએમસી હદ વિસ્તારમાં લાગતો હોવાથી તેને લઈને પાદરાના ધારાસભ્યે પાલિકાને જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Meitei insurgent group member arrested in Goa
    Next Article
    રસરુચિ બદલાયા હોવાથી નવા કોર્સ દાખલ કર્યા:MSUમાં એઆઈ, હિલિંગ સહિત 13 નવા કોર્સ, જેમાં કોઈએ પ્રવેશ જ ન લીધો તેવા જૂના કોર્સ બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment