Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSU કોમર્સ ફેકલ્ટીમાં ‘યાદોં કે પાંને’ થીમ પર શિક્ષક દિનની:વિદ્યાર્થીઓએ શિક્ષકો માટે ભાવસભર કાર્યક્રમનું આયોજન કર્યું, રમતો રમાડી

    8 hours ago

    વડોદરામાં ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. ૫ સપ્ટેમ્બરના રોજ T.Y. B.Com અને MSA (UG)ના વિદ્યાર્થીઓએ 'યાદોં કે પાંને' થીમ પર એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ ભાવસભર રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. હાજર રહેલા સૌએ રાષ્ટ્રગીત 'વંદે માતરમ' અને યુનિવર્સિટી ગીત ગાયું હતું. મુખ્ય બિલ્ડિંગના આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર ડૉ. ગરીમા મેડમે પ્રેરણાદાયી સંબોધન કર્યું. અધ્યાપકોએ પણ પોતાના અનુભવો શેર કર્યા. તેમણે વિદ્યાર્થીઓને જીવનમૂલ્યો, શિસ્ત, નૈતિકતા અને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. આ ઉજવણીમાં મનોરંજન અને નોસ્ટાલ્જિયાનો સારો સમન્વય જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ એક નાટક રજૂ કર્યું. તેમાં વિદ્યાર્થીજીવનથી લઈને વ્યાવસાયિક જીવન સુધીની સફરમાં શિક્ષકોના યોગદાનને બતાવવામાં આવ્યું હતું. શિક્ષકો માટે 'ઇમોજી પરથી ગીત ઓળખો' અને 'ડાયલોગ પરથી મૂવી ઓળખો' જેવી રમતો પણ રમાડવામાં આવી હતી. કાર્યક્રમનું ખાસ આકર્ષણ 'બાળપણના ફોટા પરથી શિક્ષકને ઓળખો' રમત હતી. શિક્ષકોના બાળપણના ફોટા સ્ક્રીન પર બતાવવામાં આવ્યા. આ પ્રવૃત્તિથી વાતાવરણ હાસ્ય અને આનંદથી ભરાઈ ગયું. વિદ્યાર્થીઓએ તમામ શિક્ષકોને સમર્પિત એક ખાસ ગીત પણ રજૂ કર્યું. આ પ્રસંગે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો. (ડૉ.) પ્રજ્ઞેશ શાહે આશીર્વચન આપ્યા. તેમણે વિદ્યાર્થીઓના આયોજન અને શિક્ષકો પ્રત્યેની કૃતજ્ઞતાની ભાવનાને બિરદાવી. મુખ્ય બિલ્ડિંગના કોઓર્ડિનેટર ડૉ. નિધિ અર્ગડેએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. વિદ્યાર્થીની પ્રાક્ષી જૈને શિક્ષકોને સમર્પિત પોતાની લખેલી કવિતા રજૂ કરી. ઔપચારિક કાર્યક્રમ પછી શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે 'લીંબુ-ચમચી રેસ' અને 'બ્રાન્ડ ઓળખો' જેવી રમતો રમાડવામાં આવી. આખા કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે આનંદ, હાસ્ય અને આત્મીયતાનું વાતાવરણ રહ્યું. 'યાદોં કે પાંને' માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ શિક્ષકો પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતા બતાવતી એક સુંદર યાદ બની રહ્યો. T.Y. B.Com અને MSA (UG)ના વિદ્યાર્થીઓના આ સુંદર આયોજનને હાજર રહેલા સૌએ બિરદાવ્યું.
    Click here to Read More
    Previous Article
    લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત:દારૂની આદતવાળા યુવકનું ઉલટી અને છાતીના દુખાવા બાદ મોત, મૃતકના બ્લડ સેમ્પલ FSLમાં મોકલ્યા
    Next Article
    શિક્ષક દિન નિમિત્તે ગોધરામાં 23 શિક્ષકોનું સન્માન:BRGF ભવન ખાતે જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો; બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment