Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત:દારૂની આદતવાળા યુવકનું ઉલટી અને છાતીના દુખાવા બાદ મોત, મૃતકના બ્લડ સેમ્પલ FSLમાં મોકલ્યા

    8 hours ago

    ભાવનગરમાં તાજેતરમાં સર્જાયેલા ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક યુવકના શંકાસ્પદ મોતે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. સિહોર ખાતે નવનાથ મહાદેવના દર્શન કરીને ઘરે પરત ફરેલા એક રિક્ષાચાલક યુવાનની તબિયત અચાનક લથડી હતી. સતત ઉલટીઓ અને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતાં તેમને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. પત્ની સમક્ષ તેણે કેફી પીણું પીધુ હોવાની વાત કર્યા બાદ વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું હતું, જેને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સિહોર દર્શન કરી પરત ફર્યા બાદ અચાનક તબિયત કથળી ઘટનાની વિગતો અનુસાર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ રામેશ્વર રોડ પર રહેતા અને સ્કૂલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 48 વર્ષીય ભાવેશભાઈ ધીરુભાઈ વસાણી ગઈકાલે સિહોર તાલુકામાં આવેલા નવનાથ મહાદેવના દર્શનાર્થે ગયા હતા. ત્યાંથી દર્શન પૂર્ણ કરી તેઓ ઘરે પરત ફર્યા ત્યારે અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી. તેમને છાતીમાં દુખાવો શરૂ થયો હતો અને ઉપરાઉપરી ઉલટીઓ થવા લાગી હતી. સ્થિતિ વધુ નાજુક જણાતાં પરિવારજનો તેમને તાબડતોબ સર ટી. હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં સઘન સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતું. પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો, FSL તપાસ તેજ બનાવની ગંભીરતા અને અગાઉના લઠ્ઠાકાંડના સંદર્ભને જોતાં ભાવનગર સિટી ડીવાયએસપી આર.આર. સિંઘાલ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે હોસ્પિટલ ચોકી ખાતે એમએલસી નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. મૃતકના શરીરમાં ઝેરી મિથેનોલ કે અન્ય કોઈ કેમિકલનું પ્રમાણ હતું કે નહીં તે વૈજ્ઞાનિક રીતે સ્પષ્ટ કરવા માટે દર્દી જીવિત હતા તે દરમિયાન લેવાયેલા બ્લડ સેમ્પલ ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે ચકાસણી માટે મોકલી દેવાયા છે. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ દરમિયાન લેવાયેલા વિસેરા જૂનાગઢ એફએસએલ ખાતે વધુ પૃથક્કરણ અર્થે રવાના કરવામાં આવ્યા છે. સિટી ડીવાયએસપીનું સત્તાવાર નિવેદન સમગ્ર મામલે ભાવનગર સિટી ડીવાયએસપી આર.આર. સિંઘાલે જણાવ્યું હતું કે સર ટી. હોસ્પિટલમાંથી ભાવેશ ધીરુભાઈ વસાણીના શંકાસ્પદ મોત અંગેની એમએલસી મળી છે. દર્દીને જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારે છાતીમાં દુખાવો અને ઉલટીની તકલીફ હતી. તેમના પત્નીના જણાવ્યા અનુસાર મૃતકને કેફી પીણું કે આલ્કોહોલ લેવાની આદત હતી. જેથી આ મૃત્યુને શંકાસ્પદ ગણીને તબીબો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. મિથેનોલના એંગલને ધ્યાનમાં રાખીને વિસેરા સુરક્ષિત કરી લેવાયા છે તેમજ અગાઉથી લેવાયેલું બ્લડ સેમ્પલ ગાંધીનગર પરીક્ષણ માટે મોકલી આપ્યું છે. FSL રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે ઉલ્લેખનીય છે કે ભાવનગર પંથકમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અગાઉ 13 જેટલા નિર્દોષ લોકોના કમકમાટીભર્યા મોત થઈ ચૂક્યા છે, જેના કારણે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. આ કિસ્સામાં યુવકનું મોત ખરેખર ઝેરી કેફી પીણા કે મિથેનોલના સેવનથી થયું છે કે પછી હાર્ટ એટેક સહિતના અન્ય કોઈ કુદરતી શારીરિક કારણોસર, તે રહસ્ય એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. ઘરના મોભી સમા યુવાન રિક્ષાચાલકના આકસ્મિક અવસાનથી પરિવારજનોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    'કંગના રનૌતે કહ્યું- લોકો મને નકામી કહી રહ્યા છે':ચાલુ મિટિંગમાં કોની પર ભડક્યા સાંસદ; કહ્યું- ખાલી પગાર લેવા ન આવો, આખા દેશમાં આપણે મજાક બની ગયા
    Next Article
    MSU કોમર્સ ફેકલ્ટીમાં ‘યાદોં કે પાંને’ થીમ પર શિક્ષક દિનની:વિદ્યાર્થીઓએ શિક્ષકો માટે ભાવસભર કાર્યક્રમનું આયોજન કર્યું, રમતો રમાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment