Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કંગના રનૌતે કહ્યું- લોકો મને નકામી કહી રહ્યા છે':ચાલુ મિટિંગમાં કોની પર ભડક્યા સાંસદ; કહ્યું- ખાલી પગાર લેવા ન આવો, આખા દેશમાં આપણે મજાક બની ગયા

    7 hours ago

    હિમાચલના મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતે શનિવારે અધિકારીઓને જોરદાર ઠપકો આપ્યો. જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠકમાં સાંસદ નિધિનો ઉપયોગ ન થવા પર કંગનાએ કહ્યું- આ એક મજાક બનીને રહી ગયું છે. તેમણે બેઠકમાં તમામ BDOને ઊભા કરીને કહ્યું કે હું નેશનલ મીડિયામાં આ વિશે કંઈ બોલી શકતી નથી. લોકો રીલ બનાવી રહ્યા છે. મને નકામી કહી રહ્યા છે. તેમણે કહ્યું- સાંસદનું કામ ફંડ આપવાનું છે, તેને ખર્ચ કરવાની જવાબદારી અધિકારીઓની છે. અધિકારીઓ ફક્ત ઔપચારિકતા માટે બેઠકોમાં ન આવે, પરંતુ અગાઉની બેઠકોમાં લેવાયેલા નિર્ણયો પર પણ કામ કરે. તેમણે સવાલ કર્યો કે અગાઉની બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, તેના પર અત્યાર સુધી કામ કેમ નથી થયું. તેમણે કહ્યું કે ફક્ત સૂચનો અને યોજનાઓ બનાવવાથી કામ નહીં ચાલે. તેમને લાગુ કરવા જરૂરી છે. 11 કરોડ રૂપિયામાંથી હજુ અડધી રકમનો પણ ઉપયોગ થયો નથી. તમે લોકો અહીં ફક્ત પગાર લેવા આવી જાઓ છો. વાંચો, બેઠકમાં કંગનાએ બીજું શું કહ્યું… આપણે અત્યાર સુધી શું કર્યું, સમયનો બગાડ શા માટે કંગનાએ કહ્યું, 'મીટિંગમાં જે પણ વાતો થાય છે, તેના પર આપણે અત્યાર સુધી શું કર્યું છે. તેની પ્રગતિ પણ થવી જોઈએ. સમયનો બગાડ શા માટે કરવામાં આવી રહ્યો છે? શું આ કોઈ ઔપચારિકતા છે? ગત વખતે જે કહ્યું હતું, આ વખતે પણ તે જ કહી રહ્યા છે. હું આ પેટર્ન દરેક વસ્તુમાં, દરેક વિભાગમાં જોઈ રહી છું. ગત વખતે મેં તમને લોકોને કહ્યું હતું કે આપણે જે વાત કરીએ છીએ, તે આગળ વધવી જોઈએ. આપણે ત્યાં જ અટકીને રહી શકતા નથી.' આને લાગુ કરી રહ્યા છો કે માત્ર સૂચનો આપી રહ્યા છો કંગનાએ કહ્યું- એવું લાગે છે કે આપણે સંકટ તરફ જઈ રહ્યા છીએ. તમને લોકોને કોઈ પણ વિષય પર મારું સૂચન જોઈએ છે? તમારે આને લાગુ કરવું પડશે, જેથી આપણે આગલા તબક્કા પર જઈ શકીએ અને એ જોઈ શકીએ કે આને લાગુ કર્યા પછી આપણી સામે કયા-કયા પડકારો આવે છે. શું આપણે માત્ર સૂચનો આપી રહ્યા છીએ, જેમાં ફક્ત વિચારો છે અને કોઈ વ્યવહારિકતા અને આધાર નથી? આપણે આ કેવી રીતે સ્વીકારીશું? આપણે આ કેવી રીતે શોધીશું, જ્યાં સુધી આપણે આગલા તબક્કા પર આગળ ન વધીએ. આખા દેશની નજર મંડી પર, બધા BDO ઊભા થઈ જાય કંગનાએ કહ્યું- આખા દેશની નજર મંડી સંસદના પ્રદર્શન પર છે. અમને આટલા મીડિયા રિપોર્ટ આવે છે. આ બધા ડિપાર્ટમેન્ટમાં જે કૌભાંડ ચાલે છે, એક પછી એક…આ સ્વીકાર્ય નથી. આખા દેશમાં આપણે મજાક બનીને રહી ગયા છીએ. BDO કોણ-કોણ છે? બધા ઊભા થઈ જાય. જે પણ MP લેડના નબળા પ્રદર્શન માટે જવાબદાર છે, બધા ઊભા થાય. મને નકામી કહી રહ્યા છે, શું જવાબ આપું કંગનાએ કહ્યું- આખા દેશમાં આ સમાચાર ચાલી રહ્યા છે કે કંગનાએ 11 કરોડ આપ્યા છે અને એક પણ કામ થયું નથી. આટલી નકામી છે, આટલી નિકૃષ્ટ છે. હું ત્યાં મીડિયા સામે શું કહું કે અહીંયા આ લોકો ફક્ત પગાર ખાવા માટે આવે છે? આપણા પ્રદેશના લોકો વિશે હું શું કહું? કેટલાક લોકો ફંડ પર કુંડળી મારીને બેઠા છે કંગનાએ કહ્યું- એક સાંસદનું કામ પૈસા આપવાનું હોય છે. માર્ચ-એપ્રિલ સુધીમાં 11 કરોડમાંથી ફક્ત બહુ ઓછો ખર્ચ થયો. આખા વિસ્તારમાં બે વર્ષમાં એક કરોડ પણ વપરાયા નહોતા. મંત્રાલયમાંથી મારે આટલા બધા પત્રો મોકલવા પડ્યા. શું તેમને બીજું કોઈ કામ નથી? દરરોજ મારા પીએ, દરરોજ હું... અમે લોકો મંત્રાલયની ઓફિસમાં બેઠા રહેતા હતા. ઘણા લોકોએ ફંડ લીધા છે, કામ શરૂ નથી કરી રહ્યા. ઘણા લોકો ફંડ પર કુંડળી મારીને બેઠા છે. તેમની પાસે જમીન નથી, તેમની પાસે પરવાનગી નથી, ખોટા MOUs પર સહી કરાવીને મોકલ્યા છે. તો તમારી જવાબદારી બને છે કે તેમને કહો કે આ પૈસા પાછા આપે. કેટલાક લોકોએ કામ પૂરું કર્યું પણ દેખાતું નથી કંગનાએ પૂછ્યું- તમે લોકોએ કોને ફોન કર્યા? કેટલાક લોકોએ કામ પૂરું કર્યું છે, છતાં તેમના ખાતામાં રૂપિયા બચ્યા છે. કામ દેખાઈ રહ્યું નથી. અને જે લોકોએ પૈસા વાપર્યા છે, કામ કરાવ્યું છે, તે લોકોને અપલોડ કરતા જ નથી આવડતું. મંડીના સાંસદ બોલ્યા- અમે લોકોએ કેટલી તાલીમ અપાવી. આ કેવું વર્તન છે? તમે શા માટે રોકી રહ્યા છો? આપણે બેઠક શા માટે કરી રહ્યા છીએ? આ... તમે લોકો મીટિંગ શા માટે કરી રહ્યા છો જો તમારે આ કામને આગળ વધારવું જ નથી? જુઓ, મીટિંગ સંબંધિત કેટલાક PHOTOS…
    Click here to Read More
    Previous Article
    एनएल चर्चा 439: दिल्ली मतदाता सूची में भारी कटौती, 7.8% जीडीपी की हकीकत और सुभाष चंद्रा की क़र्ज़माफ़ी
    Next Article
    લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત:દારૂની આદતવાળા યુવકનું ઉલટી અને છાતીના દુખાવા બાદ મોત, મૃતકના બ્લડ સેમ્પલ FSLમાં મોકલ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment